Centre grants three month extension to defence forces for emergency weapon acquisition
મંજૂરી /
ચીન સાથે તણાવની વચ્ચે સરકારે ત્રણેય સેના માટે હથિયાર ખરીદવાને લઇને લીધો મહત્વનો નિર્ણય
Team VTV10:24 AM, 01 Jan 21
| Updated: 10:26 AM, 01 Jan 21
વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશની ત્રણેય સેનાઓને આવનારા ત્રણ મહિના સુધી કટોકટીની સ્થિતિને ધ્યાનમાં લઇને હથિયાર ખરીદવાની મંજૂરીને ત્રણ મહિના સુધી વધારી દીધી છે.
દેશની ત્રણેય સેના હજુ 3 મહિના સુધી હથિયાર ખરીદી શકશે
ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મંજૂરી આપી
આગામી 3 મહિના સુધી હથિયાર ખરીદવાની મુદ્દતને વધારી
કેન્દ્ર સરકારે થલ સેના, નૌ સેના અને વાયુ સેનાને આગામી ત્રણ મહિના સુધી પોતાની જંગી તૈયારીને આખરી ઓપ આપવા માટે જુરુરી હથિયાર ખરીદવાની મંજૂરી આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યાં અનુસાર લદ્દાખ ક્ષેત્રમાં ચીનની ઉશ્કેરણી પછી ત્રણેય દળો ત્રણ મહિના માટે નવી શસ્ત્ર સિસ્ટમ ખરીદી શકે છે અથવા ભાડે લઇ શકશે, જેથી સેનાના ત્રણેય દળોને કોઇપણ મુશ્કેલ સ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
ઉલ્લેખનીય છે કે સેનાના ત્રણેય દળોએ પહેલા જ એકસાથે 14,604 કરોડ રૂપિયાના અધિગ્રહણને અંતિમ સ્વરુપ આપ્યું છે. આ સાથે જ યુદ્ધની સ્થિતિમાં સેનાના 15 દિવસ સુધી હથિયાર અને ગોળા-બારુદનો ભંડાર બનાવી રાખવા પર કેન્દ્ર સરકાર રાજી થઇ ગઇ હતી. આમ દિવસમાં આ ભંડાર 10 દિવસ સુધી માટે રાખવામાં આવે છે, પરંતુ હવે સરકારે તેના સમયગાળામાં 15 દિવસ કરી દીધો છે.
સેનાને મળ્યા મોબાઇલ બ્રિજ, ઝડપથી બની શકશે પૂલ
જ્યારે ભારતીય સેનાને પહેલી વખત 10 મીટરના શોર્ટ સ્પાન બ્રિઝના ત્રણ સેટ મળ્યા છે. જેના દ્વારા કોઇપણ સૈન્ય અભિયાન દરમિયાન જવાન ઝડપથી કોઇપણ જગ્યાએ નાનો પુલ બનાવીને જગ્યા પર સામાના સાથે પહોંચી શકે છે. તેનું નિર્માણ રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન એટલે કે DRDOએ કર્યું છે.
સેનાના સૂત્રોના જણાવ્યાં અનુસાર આ ચલિત મોબાઇલ પુલ સિસ્ટમથી દુર્ગમ વિસ્તારોમાં 10 મીટર લાંબા પુલ બનાવી શકાશે. આ પુલથી સેનાના વાહનો તેમજ જવાન કોઇપણ નદી-નાળાને આસાનાથી પસાર કરી શકશે. તેના દ્વારા જટિલ સૈન્ય અભિયાન દરમિયાન સેનાના મોરચા પર પહોંચવા પર મોડુ થશે નહીં.