સમલૈંગિકતાનો નિર્ણય સરકારે સુપ્રીમ કોર્ટે પર છોડ્યો

By : kaushal 09:28 PM, 11 July 2018 | Updated : 09:28 PM, 11 July 2018
સમલૈંગિકતાને ગુનાના દાયરાથી બહાર કરાય કે નહીં તે માટે  કેદ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટ પર છોડી દીધો છે. બુધવારના રોજ આ કેસની સુનવણી દરમ્યાન કેદ્ર સરકારે કલમ 377 પર કોઇ સ્ટેન્ડ લીધું નથી અને કહ્યું કે કોર્ટ જ નક્કી કરે કે 377ની અંતર્ગત સહમતિથી પુખ્ત સમલૈંગિક સંબંધ બાંધવો ગુનો છે કે નહીં. 

એડિશન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારની તરફથી કહ્યું કે અમે 377ને માન્યતાના મામલે સુપ્રીમ કોર્ટ પર છોડે છે, પરંતુ જો સુનવણીનો દાયરો વધે છે તો સરકાર એફિડેવિટ આપશે. ભારતીય દંડ સંહિતા IPC ની કલમ 377 સંવૈધાનિક માન્યતાને પડકારનાર અરજીઓ પર ચીફ જાસ્ટિસ દીપક મિશ્રા, જાસ્ટિસ આરએફ નરીમન, જાસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જાસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચુડ અને જાસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજોની બેન્ચ સુનવણી કરી રહી છે. 

બુધવારના રોજ પણ આ જ મામલા પર સુનવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે જો બે પુખ્ત વ્યકિતઓની વચ્ચે પરસ્પર સહમતિથી સંબંધ બને છે તો તેને ગુનો ગણી શકાય નહીં. સમલૈંગિકતાને ગુનાના દાયરાથી બહાર રાખવી કે નહીં તે મુદ્દે સરકારે સુપ્રીમ પર નિર્ણય છોડયો છે. સુપ્રીમ આગામી દિવસોમાં આ મામલે સુનાવણી કરશે. Recent Story

Popular Story