બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / central govt states traffic challan violators fine collections new motor vehicles act

Motor Vehicle Act / તમને ખબર છે તમારા ચલાણના પૈસા ક્યાં જાય છે? જાણો અહીં...

Kavan

Last Updated: 06:05 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલી સપ્ટેમ્બરથી દેશના મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલી બન્યો છે. કાયદાના અમલીકરણ બાદ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને મોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આવો જ એક કિસ્સો રાજધાની દિલ્હીમાં બન્યો. જેમાં એક ટ્રક ડ્રાઇવરને 2 લાખનો મેમો ફટકારવામાં આવ્યો. જો કે, હવે સવાલ એ ઉભો થાય છે કે દેશના અલગ-અલગ રાજ્યમાં ફટકારવામાં આવતી મેમાની રકમ ખરેખર કોના ખાતામાં જમા થાય છે.

  • રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા કલેક્ટ કરવામાં આવેલ દંડની રકમ રાજ્ય સરકાર પાસે જમા થાય છે
  • કેન્દ્ર શાસિત પ્રદેશના નિયમો જુદા તરી આવે છે

કોના ખાતામાં જાય છે ચલાણની રકમ ?

કોઇપણ રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાપવામાં આવેલ મેમાથી પ્રાપ્ત થતી રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. ઉદાહરણ તરીકે જો તમારી કારને મેમો પટણામાં ફટકારવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતી રકમ બિહાર સરકારના પરિવહન મંત્રાલયના ખાતામાં જમા થશે. આ તરફ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેમાની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જમા થશે.

  

જો કે, માત્ર દિલ્હી મામલે મેમાને લઇને નિયમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દિલ્હી સરકારની જવાબદારીમાં આવે છે. આ સાથે જ ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, બંન્નેને દિલ્હીમાં મેમો ફટકારવાનો અધિકાર છે. 

જો કોર્ટમાં મામલો પહોંચે તો....

ઘણી વખત એવું બને છે કે, મેમાની રકમ અદાલતમાં જમા કરવામાં આવે છે આ સ્થિતિમાં શું થાય છે ? આ સવાલ અંગે પટણા હાઇકોર્ટના વકીલે કહ્યું કે, આવી સ્થિતિમાં મેમાની રકમ રાજ્ય સરકારમાં જમા થાય છે. જો કે, દિલ્હી સહિત રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ નિયમ બદલાઇ જાય છે. જો દિલ્હી ટ્રાફિક પોલીસ મેમો ફટકારે તો તેની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. આ તરફ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મેમો ફટકારે તો તે દંડની રકમ દિલ્હી સરકારના ખાતામાં જમા થશે. 

જો નેશનલ હાઇવે પર મેમો ફટકારવામાં આવે તો.. 

જો નેશનલ હાઇવે પર મેમો ફટકારવામાં આવે તો તે સ્થિતિમાં દંડની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. તો આ સાથે જ સ્ટેટ હાઇવે પર મેમા દ્વારા થતી રકમ રાજ્ય સરકારના ખાતામાં જમા થાય છે. દિલ્હીના મામલે ફરી એકવાર એ જોવામાં આવે છે કે, દંડ ફટકારનાર ટ્રાફિક પોલીસ છે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. દિલ્હીના ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઇને રાજ્ય સરકારને સૂચન આપનાર વર્લ્ડ રિસોર્સ ઇસ્ટીટ્યુટ (WRI) ના ડાયરેક્ટર માધવ તાઇએ કહ્યું કે, કેટલીક વખત મેમાની રકમને સેફ્ટી ફંડ બનાવીને કલેક્ટ કરવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government motor vehicles act ગુજરાતી ન્યૂઝ મેમો રાજ્ય સરકાર Motor Vehicle Act
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ