બિપોરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તકેદારીનાં પગલા ભરવામાં આવ્યા છે. ત્યારે વાવાઝોડાની ગંભીરતા જોઈને કેન્દ્ર સરકાર પણ અલર્ટ થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સંપૂર્ણ મદદની ખાતરી આપી.
બિપોરજોય વાવાઝોડા મુદ્દે કેન્દ્ર સરકાર અલર્ટ
PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલ પાસેથી મેળવી માહિતી
ટેલીફોનિક વાતચીત કરીને PMએ આપી સંપૂર્ણ મદદની ખાતરી
બિપોરજોય વાવાઝોડાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે હાઈલેવલ મીટીંગ બોલાવી હતી. જે બાદ ગુજરાતનાં કેન્દ્રીય મંત્રીઓને સોંપાઈ પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. વાવાઝોડાની ગંભીરતા જોતા મોડી સાંજે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત તમામ મદદની ખાતરી પણ આપી હતી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓશ્રીએ આપી.
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો તોડાઇ રહેલા ખતરા પર હવામાન વિભાગથી લઇને સરકારી તંત્ર નજીકથી નજર રાખી છે. પળેપળની અપડેટ પર ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ બિપોરજોય વાવાઝોડાને લઇને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને તૈયારીઓ પર ચર્ચા વિચારણા કરી હતી. અંદાજે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા.
બિપરજોય વાવાઝોડાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી સમીક્ષા બેઠકમાં કહ્યું કે જો વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયું તો સંભવિત નુકશાન માટે તૈયાર રહેવું, સાથે જ ઇમરજન્સી મદદ માટે જરૂરી સેવાઓ જેવી કે પાણી, ફૂડની વ્યવસ્થા રાખવી. આ સમીક્ષા બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે વાવાઝોડું 15 જૂનના બપોરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચે જખોના દરિયાકાંઠે ટકરાશે. આ સમયે પવનની ગતિ 125-10 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. તો પવનની ગતિ વધીને 145 કિમી પ્રતિકલાકની ઝડપે પણ પહોંચવાની શક્યતાઓ છે.
મુખ્ય સચિવ રાજકુમારે બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી
IMDના મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ચક્રવાત બિપરજોય ધીમે ધીમે 5 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને 14 જુન બાદ તેની દિશા બદલાશે. 15 જુન બપોર સુધીમાં 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપથી એક ખુબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થશે રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.