બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central Government's big statement regarding booster dose

કોરોના સંકટ / શું ત્રીજી લહેરથી બચવા બૂસ્ટર ડોઝની જરૂર છે? કેન્દ્રએ આપ્યો આ સ્પષ્ટ જવાબ

Ronak

Last Updated: 08:13 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરના ભયને લઈને બૂસ્ટર ડોઝ મામલે કેન્દ્ર સરકારે નિવેદન આપતા કહ્યું કે હાલમાં બૂસ્ટર ડોઝ લેવાની કોઈ જરૂર નથી વેક્સિનના બંને ડોઝ આપણા માટે પૂરતા છે.

  • બૂસ્ટર ડોઝને લઈને કેન્દ્ર સરકારનું મોટું નિવેદન 
  • હાલ બુસ્ટર ડોઝની કોઈ જરૂર નથી
  • વેક્સિનના બે ડોઝ આપણા માટે સુરક્ષીત 

કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ દ્વારા ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા તેમણે કહ્યું કે કેરળમાં હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ તેમ છતા ત્યા હજુ સૌથી વદારે કેસ નોંધાઈ રહ્યા છે. 

હાલ બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી 

બૂસ્ટર ડોઝને લઈને ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે બૂસ્ટર ડોઝની હાલની પરિસ્થિતીમાં કોઈ જરૂર નથી, હાલ લોકો એ વેક્સિનના બંને ડોઝ લેવા વધારે જરૂરી છે. સાથેજ તેમણે કહ્યું અમુક રાજ્યોમાં અમે સ્ટડી કરી છે. જેમા સામે આવ્યું છે કે એન્ટીબોડી વધું સમય સુધી શરીરમાં બનતી રહેતી હોય છે. 

કેરળમાં સૌથી વધારે એક્ટિવ કેસ 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં 1,44, 000 એક્ટિવ કેસ છે. જે દેશના કુલ 52 ટકા એક્ટિવ કેસમાં ગણાઈ રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં 40,000, તમિલનાડુમાં 17,000, મિઝોરમમાં 16,800, કર્ણાટકમાં 12,000 આંધ્રમાં 11,000 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં રિકવરી રેટ પણ ઘણો વધી રહ્યો છે. 

70 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો 

ઉલ્લેખનીય છે કે વેક્સિનેશન મુદ્દે કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં કુલ 70 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 25 ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડી ત્રણ ડોઝ વાળી વેક્સિન છે અને તે ઈન્જેકશન વગરની વેક્સિન છે. આ વેક્સિનની કિંમત હાલ જે વેક્સિન આપવામાં આવી રહી છે તેના પર આધારિત રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Booster Dose Central Government corona vaccine કેન્દ્ર સરકાર કોરોના વેક્સિન બૂસ્ટર ડોઝ booster dose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ