બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central government's big decision on edible oil, prices will come down by Rs 280 at once

રાહત / ખાદ્ય તેલ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કિંમતોમાં એકઝાટકે આવી જશે 280 રુપિયાનો ઘટાડો

Last Updated: 10:41 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 5.5 ટકા કરી હોવાથી આગામી દિવસોમાં કિંમતોમાં 280 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો થઈ શકે છે.

  • ખાદ્ય તેલ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
  • ક્રૂડ પામ ઓઇલ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 5.5 ટકા કરી
  • કિંમતોમાં 280 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો થઈ શકે

આસમાન આંબી રહેલા ખાદ્ય તેલના ભાવ ઓછા કરવા માટે કેન્દ્ર સરકારે એક પગલું ભર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો કરવા માટે અનેક પગલાં લીધાં છે. આ સંદર્ભમાં સરકારે હવે ક્રૂડ પામ ઓઇલ પરની અસરકારક કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 5.5 ટકા કરી દીધી છે. આ પગલાંથી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો કરવામાં અને ગ્રાહકોને રાહત મળશે.

ખાદ્ય તેલના ભાવમાં કેટલો ઘટાડો આવશે

કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ પરની અસરકારક કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 5.5 ટકા કરી હોવાથી આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં 280 રુપિયા સુધીનો ઘટાડો આવી શકે. 

ક્રૂડ પામ ઓઇલ પર હવે પાંચ ટકા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ

એક સત્તાવાર નોટિફિકેશન અનુસાર ક્રૂડ પામ ઓઇલ પર હવે પાંચ ટકા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ લાગશે, જે અત્યાર સુધી 7.5 ટકા હતો. આ ઘટાડા બાદ ક્રૂડ પામ ઓઇલ પરની અસરકારક કસ્ટમ ડ્યૂટી 8.25 ટકાને બદલે ઘટાડીને 5.5 ટકા કરવામાં આવશે.

કેટલો ઘટશે ભાવ
વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટાડાથી કિંમતોમાં 280 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો થઈ શકે છે.આટલા મોટો ઘટાડો થશે ત્યારે આમ આદમીને ઘણી રાહત મળશે. આ પહેલા સરકારે ઓક્ટોબર 2021માં પણ ખાદ્ય તેલની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.

ખાદ્ય તેલ અને તેલીબિયાંની સ્ટોરેજ લિમિટ 30 જૂન 2022 સુધી વધારવાની જાહેરાત

ભારત પોતાની ખાદ્ય તેલની 60 ટકાથી વધુ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા ભારતને આરબીડી પામોલિન અને ક્રૂડ પામ ઓઇલના મુખ્ય સપ્લાયર છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ અને તેલીબિયાંની સ્ટોરેજ લિમિટ 30 જૂન 2022 સુધી વધારવાની જાહેરાત કરી છે. સ્ટોરેજ લિમિટ ઓર્ડર કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ખાદ્યતેલો અને તેલીબિયાંના સંગ્રહ, વિતરણનું નિયમન કરવાની સત્તા આપે છે. આનાથી દેશમાં ખાદ્યતેલો અને તેલીબિયાંની સંગ્રહખોરી રોકવાના સરકારના પ્રયત્નોને વેગ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Palm Oil Palm Oil prices modi government ખાદ્ય તેલ ખાદ્ય તેલના ભાવ મોદી સરકાર palm oil
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ