Hrithik Roshan comes out in support for Shah Rukh Khan s son Aryan pens an open letter
બોલિવૂડ /
શાહરૂખના દિકરા આર્યનના સપોર્ટમાં આવ્યો બોલિવુડનો હેન્ડસમ હંક, ઓપન લેટરમાં આપી આવી સલાહ
Team VTV02:43 PM, 07 Oct 21
| Updated: 05:10 PM, 07 Oct 21
ઋતિક રોશને પોતાન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આર્યનની તસ્વીર શેર કરતા પોતાનો સપોર્ટ આપ્યો.
આર્યન ખાનના સપોર્ટમાં આવ્યો ઋતિક રોશન
ઈન્સ્ટાગ્રામ પર કર્યું પોસ્ટ
લખ્યો ઓપન લેટર
શાહરૂખ ખાનનો દિકરા આર્યન ખાન હાલ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. આર્યન ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી કરવાના આરોપમાં શનિવાર 2 ઓક્ટોબરથી એનસીબીની કસ્ટડીમાં છે. આર્યનના ડ્રગ્સ મામલામાં ફસાયા બાદ પણ તેને બોલિવુડનો સંપૂર્ણ સપોર્ટ મળી રહ્યો છે. હવે ઋતિક રોશન આર્યનના સપોર્ટમાં આવ્યો છે અને તેના માટે સ્પેશિયલ નોટ શેર કરી છે.
આર્યન માટે ઋતિકે લખી ખાસ નોટ
ઋતિક રોશને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આર્યનની તસ્વીર શેર કરીને પોતાનો સપોર્ટ જાહેર કર્યો છે. ઋતિકે પોતાની પોસ્ટમાં લખ્યું - "ડિયર આર્યન, જીવન એક અજીબ સફર છે. તે ખૂબ સારી પણ છે કારણ કે તે અનિશ્ચિત છે. ભગવાન દયાળું છે. તે સૌથી ટફ લોકોને જ સૌથી ટફ વસ્તુઓ આપે છે. તમે જાણો છો કે તમને ત્યારે પસંદ કરવામાં આવે છે જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિઓનોની વચ્ચે પોતાને સંભાળવાનો પ્રયત્ન કરો છો."
ઋતિક રોશને આગળ લખ્યું- "મને ખબર છે કે તને હવે તેને અનુભવિ ચુક્યા હશો. ગુસ્સો, કંન્ફ્યુઝન, લાચારી. તે તમારી અંદરના એક હિરોને બહાર કાઢવા માટે જરૂરી છે. પરંતુ સાવધાન રહેજે, કારણ કે આ બધી સારી વસ્તુઓ જેવી કે કાઈન્ડનેસ, કમ્પેશન અને લવને પણ નષ્ટ કરી શકે છે."
એક્ટરે એમ પણ લખ્યું કે, "ભુલો, ફેલિયર, જીત, સક્સેસ... બધી વસ્તુઓ એક જેવી જ છે તમને ખબર છે કે તમારે તમારી પાસે કઈ વસ્તુઓ રાખવી છે અને તમારા એક્સપીરિયન્સથી કઈ વસ્તુઓને બહાર ફેંકવી છે."
"પરંતુ આજાણી લો કે તમે એ દરેકની સાથે સારી રીતે ગ્રો થઈ શકો છો. હું તમને એક બાળકના રૂપમાં માનું છું. હું તમને એક મેનના રૂપમાં ઓળછું છું. તેને અપનાઓ, દરેક વસ્તુઓને અપનાઓ, જેને તમે એક્સપીરિયન્સ કરો છો તે તમારા માટે ગિફ્ટ્સ છે. "