કાયદો / વધી શકે છે યુવતીઓની લગ્ન કરવાની ઉંમર, કેન્દ્ર સરકાર લઇ શકે છે નિર્ણય આ મોટો નિર્ણય

central government set up task force to decide the age of marriage of girls

કેન્દ્ર સરકાર યુવતીઓની લગ્ન કરવાની ઉંમરને લઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે. જેમાં કેન્દ્ર સરકાર યુવતીઓની લગ્ન કરવાની ઉમર વધારી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે એક ટાસ્ક ફોર્સની રચના પણ કરી લીધી છે. સરકારે જયા જેટલીની આગેવાનીમાં ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટાસ્ક ફોર્સનું મુખ્ય કામ એ વાતની સમીક્ષા કરવાનું હશે કે લગ્ન અને માતા બનવા માટે મહિલા અને તેના બાળકના સ્વાસ્થ્ય અને પોષણ સાથે કેટલો સંબંધ હોય છે. સાથે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર દ્વારા બનવાયેલી ટાસ્ક ફોર્સ મહિલાઓના લગ્નની ઉંમરની સમીક્ષા પણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ