કેન્દ્ર સરકારે 3 એરપોર્ટ પર સુવિધા વધારવા અને વિકાસના કાર્યો માટે 108 કરોડ રુપિયાની મંજૂર કરી દીધા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે છત્તીસગઢના જગદલપુર એરપોર્ટને અપગ્રેડ કરવા માટે 48 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે અંબિકાપુર એરપોર્ટ માટે 27 કરોડ રુપિયા અને બિલાસપુર એરપોર્ટ પર વિકાસના કાર્યો તથા અપગ્રેડેશન માટે 33 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
3 એરપોર્ટના ખર્ચ માટે 108 કરોડ રુપિયાની મંજૂર કરી દીધા છે
આ રકમ કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ આપવામાં આવી હતી
પૂરીએ મોનસૂન સત્ર દરમિયાન રાજ્યસભાને આપેલા લેખિત જવાબમાં સ્પષ્ટ કર્યુ છે કે...
Government has sanctioned Rs 48 crores for Jagdalpur airport, Rs 27 crores for Ambikapur airport & Rs 33 crores for Bilaspur airport under UDAN scheme for up-gradation & development of three airports in Chhattisgarh: Civil Aviation Minister Hardeep Singh Puri pic.twitter.com/wUwOzxQbbd
છત્તીસગઢના આ 3 એરપોર્ટને આ રકમ કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પુરીએ સંસદમાં મોનસૂન સત્ર દરમિયાન રાજ્યસભાને આપેલા લેખિત જવાબમાં સ્પષ્ટ કર્યુ છે કે વંદે ભારત મિશન અંતર્ગત મફતમાં ટિકિટ કેમ ન આપવામાં આવ્યા. તેમણે કહ્યું કે કોરોના વાયરસના કારણે એરલાઈન્સની આર્થિક સ્થિતિ પહેલા જ ખરાબ છે. જો મિશન અંતર્ગત ઉડાનોને મફત ટિકિટ આપવામાં આવતી તો એર ઈન્ડિયા સહિત તમામ ભારતીય એરલાઈન્સની આર્થિક સ્થિતિ પર વધારે ખરાબ અસર પડતી.
પુરીએ જણાવ્યું કે વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દુનિયાના સિવિલ એવિએશન સેક્ટર પર ખરાબ અસર પડી છે. ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધને ધ્યાનમાં રાખી એર ઈન્ડિયા અને બીજી ઈન્ડિયન એરલાઈન્સ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારે 6 મેથી વંદે ભારત મિશન શરુ કર્યુ હતુ આ મિશન અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાનોથી વિદેશમાં થી ભારતીયોને પરત લવાયા હતા. કોરોનાને કારણે 23 માર્ચથી ભારતે આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ કરાઈ હતી. 6 મેથી 31 ઓગસ્ટ સુધી કુલ 5817 ઉડાનો વંદે ભારત મિશન અંતર્ગત સંચાલીત કરવામાં આવી અને વિભિન્ન દેશોમાંથી ભારતીઓને પરત લવાયા.