Team VTV12:41 PM, 01 Feb 23
| Updated: 12:42 PM, 01 Feb 23
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરી રહ્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે, 50 નવા એરપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે
નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે બજેટ 2023-24
બજેટમાં 50 નવા એરપોર્ટ બનાવવા વિશે જાહેરાત
ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે, એવામાં નિર્મલા સીતારમણે દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવાનું એલાન કર્યું છે, આ સાથે જ કહેવામાં આવ્યું છે કે હેલીપોર્ટ્સ, એરડ્રોમ પણ બનાવવામાં આવશે.
બજેટની જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ કરછ કરવા માટે ફાળવણી કરવામાં આવી છે.નિર્મલા સીતારમણે કહ્યું કે હવે માણસોના બદલે મશીનથી ગટરોની સફાઈ થશે. આ સાથે જ 5Gમાં સંશોધન માટે 100 નવી લેબ બનાવાશે અને રાજ્યોની રાજધાનીમાં યુનિટી મોલ બનાવવામાં આવશે.
100 labs for developing apps using 5G services will be set up in engineering institutions
To realize new range of opportunities, business models & employment potential, labs will cover among others, apps like Smart Classrooms, Precision Farming, Intelligent & Transports Systems pic.twitter.com/1bR1N5ZSZJ
States to be encouraged to set up unity mall in their state capital for the promotion and sale of their 'one district one product', GI products, and other handicraft products and for providing space for such products of all other states #AmritKaalBudget#Budget2023pic.twitter.com/m7x09yRjxg
PM આવાસ યોજનામાં 66 ટકા વધુ ખર્ચાશે
બજેટ રજૂ કરતાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે તે 79,000 કરોડ રૂપિયા થઈ ગયો છે.
157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે: નાંણા મંત્રી
નાણામંત્રી દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.
શિક્ષકોની ભરતી અને AI માટે 3 સેન્ટરની સ્થાપન
આગળ નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, દેશમાં ડિજિટલ લાઈબ્રેરી સ્થાપવામાં આવશે. દેશના યુવાનો-બાળકો માટે ડિજિટલ લાઈબ્રેરી બનશે. આ સાથે જ દેશમાં આર્થિક સાક્ષરતા માટે વધુ કામ કરાશે. આ બધા માટે શિક્ષકોની તાલીમ માટે કાર્યક્રમ પણ શરૂ કરાશે. સાથે જ દેશમાં મેડિકલ શિક્ષણનો વ્યાપ વધારાશે અને એકલવ્ય સ્કૂલ માટે 38 હજાર 800 શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે. આ સાથે જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં AI માટે 3 સેન્ટરની સ્થાપન કરવામાં આવશે.