બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 08:17 PM, 28 November 2022
ADVERTISEMENT
જો તમે સરકારી કર્મચારી છો તો તમને ટૂંક સમયમાં મોટી ખબર મળી શકે છે. સરકારે કોરોના મહામારી દરમિયાન 18 મહિનાનું મોંઘવારી ભથ્થું ડીએ અને પેન્શન લેતા કર્મચારીઓને એકસાથે મળતાં DR ની ચૂકવણી ટૂંક સમયમાં કરશે. સરકાર કરી શકે છે આ બાબતનું એલાન.
નાણામંત્રાલય કરી રહ્યું છે ચર્ચા
મીડિયાનાં રિપોર્ટ અનુસાર નાણામંત્રાલય અને સંબંધિત વિભાગોની વચ્ચે ઘણીવાર વાતચીત થતી રહે છે. આ વિષય પર મોદી સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે. જો કે અત્યાર સુધી સરકારે આ વિષયે કોઇ પણ ઓફિશિયલ એલાન કે માહિતી આપેલ નથી. સંભાવના છે કે કર્મચારીઓની માંગને જોતાં સરકાર થોડાં જ સમયમાં પગલું ભરશે.
ADVERTISEMENT
આટલા સમયથી નથી લઇ રહી નિર્ણય
સરકારે કોરોના મહામારીને લીધે DA રોકી દીધેલ હતું પછી જૂલાઇ 2021થી ડીએમાં વધારો કરી દીધેલ છે. કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે 1 જાન્યુઆરી 2020થી લઇને 30 જૂન 2021 એટલે કે 18 મહિવા સુધીનાં મોંઘવારી ભથ્થામાં કોઇ પણ પ્રકારનાં ફેરફાર કર્યાં નથી. સરકારે આ 18 મહિના સુધીના ડીએમાં થયેલા વધારા પર 11% જેટલો વધારો કર્યો હતો.
મીટિંગનો સમય થયો નક્કી
સરકાર થોડાં જ સમયમાં 18 મહિનાનાં ડીએ એરિયર પર ચર્ચા કરવા જઇ રહી છે. રિપોર્ટ અનુસાર કેબિનેટ સેક્રેટરીની સાથે ડીએ એરિયરને લઇને બેઠકનો સમય નક્કી થઇ ગયો છે. હાલ એ નક્કી નથી કે સરકાર એરિયરનાં પેમેન્ટ માટે સહમત છે કે નથી. સરકાર પહેલા આ મુદાને નકારી ચૂકી છે.
આટલું ડીએ મેળશે
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને જાહેરક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને DA અને મોંઘવારી રાહત DR આપવામાં આવે છે. જેમાં લેવલ-1ના કર્મચારીઓનું ડીએનું એરિયર્સ રૂ. 11,880 થી રૂ. 37,000 વચ્ચે હોય છે. તો લેવલ-13ના કર્મચારીઓને ડીએ એરિયર્સ તરીકે રૂ. 1,44,200 થી રૂ. 2,18,200 મળી શકે તેવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.