બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / central government caps maximum gst cess on pan masala and tobacco

ટેક્સ / પાન-મસાલા અને સિગારેટને લઈને મોટા સમાચાર: તમાકુ પ્રોડક્ટ્સ પર લાગતાં GST સેસ અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

Vaidehi

Last Updated: 03:39 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંશોધન અનુસાર હવે પાન મસાલા પર મહત્તમ GST વળતર સેસ છૂટક બજાર મૂલ્યના 51 ટકા હશે. હાલનાં સમયમાં સેસ MRP પર 135% લગાવવામાં આવે છે.

  • કેન્દ્ર સરકારે પાન મસાલા,તમાકૂને લઈને લીધો નિર્ણય
  • 135%થી ઘટાડીને 51% સુધી સેસ મર્યાદિત કરવાનો નિર્ણય
  • ટેક્સચોરી રોકવા માટે લીધું પગલું

કેન્દ્ર સરકારે પાન મસાલા, સિગરેટ અને તમાકૂનાં અન્ય ઉત્પાદનો પર GST કંપનસેશન સેસની વધુમાં વધુ સીમાને નક્કી કરી દેવામાં આવી છે. તેને મહત્તમ છૂટક કિંમત સાથે પણ સાંકળી દેવામાં આવ્યું છે. સેસનાં મહત્તમદર ફાઈનેંસ બિલ 2023માં કરવામાં આવેલા સંશોધનમાં નક્કી થયું છે જેને લોકસભામાં શુક્રવારે પાસ કરવામાં આવ્યું છે. સંશોધન અનુસાર હવે પાન મસાલા પર મહત્તમ GST કંપનસેશન સેસ છૂટક બજાર મૂલ્યનાં 51% હશે. હાલનાં સમયમાં સેસ MRP પર 135% લગાવવામાં આવે છે.

જાણો નવા દર...
તમાકૂનાં દર 4170 રૂપિયા પ્રતિ હજાર સ્ટિક અને 290% MRP કે પ્રતિ યૂનિટ છૂટક વેંચાણ મૂલ્યનાં 100% નક્કી કરવામાં આવ્યાં છે. અત્યારસુધી ઉચ્ચત્તમ દર 4170 રૂપિયા પ્રતિ હજાર સ્ટિક અને 290% MRP પર હતાં જેમાં અહેવાલ અનુસાર 28% GSTનાં દરની ઉપર સેસ પણ લગાવવામાં આવતો હતો.

ઉચ્ચતમ સેસને કરવામાં આવ્યો મર્યાદિત
ફાયનાન્સ બિલમાં નવા GST વળતર ઉપકર કાયદાનાં શિડ્યૂલ 1 માં ફેરફાર કરીને પાન મસાલા અને તમાકૂ પર વસૂલવામાં આવતાં ઉચ્ચતમ સેસને મર્યાદિત કરવામાં આવ્યો છે. જો કે ટેક્સ વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ફેરફાર બાદ લાગૂ પાડવામાં આવેલા નવા નિયમ અંગે GST કાઉન્સિલે એક નોટિફિકેશન બહાર પાડવી પડશે.

રજત મોહને આપી આ માહિતી
AMRG and associatesનાં વરિષ્ઠ પાર્ટનર રજત મોહને કહ્યું કે GST વળતર સેસ કાયદામાં થયેલા વર્તમાન સુધારા એ એક સક્ષમતા છે જે GST કાઉન્સિલને એક નોટિફિકેશનનાં માધ્યમથી લાગૂ ટેક્સનાં દરોને રજૂ કરવાની પરવાનગી આપશે. તેમણે આગળ જણાવ્યું કે આ પરિવર્તન પાન મસાલા અને તમાકૂ સપ્લાય કરતી કંપનીઓ માટે કરવેરા નીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે. આ નવી પોલિસીથી આ ક્ષેત્રમાં થતી ટેક્સની ચોરી મોટાપાયે અટકાવશે. છતાં પણ આ પોલિસી આર્થિક દ્રષ્ટિએ એક પ્રતિગામી યોજના સાબિત થઈ શકે છે.

ફેબ્રુઆરીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી અને રાજ્યનાં સમકક્ષોની બનેલી જીએસટી કાઉન્સિલે પાનમસાલા અને તમાકૂનાં ક્ષેત્રમાં ટેક્સચોરી રોકવા માટેનાં અહેવાલને મંજૂરી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Central Government GST Pan Masala Tobacco cess તમાકુ સિગરેટ સેસ GST CESS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ