દેશના તમામ ટોલ 1 ડિસેમ્બરથી કેશલેસ થવાના છે. ફાસ્ટ ટેગ વિના તમે ટોલ પાર કરી શકશો નહીં. એવામાં જો તમે ફાસ્ટ ટેગ ખરીધ્યું નથી તો તમારા માટે આ વાત કામની છે. કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ફાસ્ટ ટેગને વેગ આપવા માટે 1 ડિસેમ્બર સુધી તેને ફ્રીમાં આપવામાં આવશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે આ જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારે કરી આ જાહેરાત
1 ડિસેમ્બર સુધી ફ્રીમાં મળશે ફાસ્ટ ટેગ
ફાસ્ટ ટેગ વિના ટોલ પાર કરી શકાશે નહીં
NHAIએ તૈયારી કરી લીધી છે. આ સમયે તેના નેટવર્કમાં કુલ 537 ટોલ પ્લાઝા છે. તેમાંથી 17ને છોડીને બાકીના ટોલ પ્લાઝાના લેન આગામી 30 નવેમ્બર સુધી ફાસ્ટ ટેગથી લેસ થશે. અન્ય ટોલ પ્લાઝા હજુ પણ બની રહ્યા છે.આ કારણે અહીં ઈલેક્ટ્રોનિક રીતે ટોલ વસૂલવાની સુવિધા શરૂ કરવામાં આવી નથી.
ફાસ્ટ ટેગથી મળશે આ લાભ
આ ફાસ્ટ ટેગ ટ્રક, કાર, જીપ સહિતના દરેક વાહનો માટે 1 ડિસેમ્બર સુધી ફ્રીમાં આપવામાં આવશે. દિલ્હી એનસીઆરમાં 50 પેટ્રોલ પંપ પર તેને ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર આ ફાસ્ટ ટેગનો ઉપયોગ એરપોર્ટ, શોપિંગ મોલ, પેટ્રોલ પંપથી ફ્યૂઅલ લેવા માટે પણ કરી શકાશે. હૈદરાબાદ એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય ફાસ્ટ ટેગથી જ પાર્કિંગના ચાર્જ અને પેટ્રોલ કે ડીઝલ ભરાવવાથી તેમાં બચત કરી શકાશે. 2017માં ફક્ત 7 લાખ ફાસ્ટ ટેગ બહાર પાડવામાં આવ્યા હતા જ્યારે હાલમાં 66 લાખ 19 હજાર ફાસ્ટ ટેગ બહાર પાડવામાં આવ્યા છે.
NHAIના POS પર ફ્રીમાં મળશે ફાસ્ટ ટેગ
તેઓએ કહ્યું કે આ સમયે ફાસ્ટ ટેગ વેચતી સમયે 150 રૂપિયાની સિક્યુરિટી ડિપોઝીટ રૂપે લેવામાં આવે છે. પરંતુ હાલમાં ફાસ્ટ ટેગને વેગ આપવા માટે NHAI તેને ફ્રીમાં આપશે. એટલે કે જો તમે હાલમાં તેને લગાવડાવો છો તો તમારે આ 150 રૂપિયા ચૂકવવાના રહેશે નહીં. ફ્રીમાં ફાસ્ટ ટેગ ફક્ત NHAIના પોઈન્ટ ઓફ સેલ- પીઓએસ પર જ મળશે. બેંકથી તેને ખરીદો છો તો ગ્રાહકોને તેની કિંમત ચૂકવવાની રહેશે. આ ફાસ્ટ ટેગ ટ્રક, કાર, જીપ સહિતના દરેક વાહનો માટે ફ્રીમાં આપવામાં આવશે. દિલ્હી એનસીઆરમાં 50 પેટ્રોલ પંપ પર તેને ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.
આવતા મહિનાથી લાગશે ડબલ ચાર્જ
સરકારે નક્કી કર્યું છે કે આવતા મહિનાથી જે ગાડી પર ફાસ્ટ ટેગ નહીં હોય એ વાહન માલિકોને ઈલેક્ટ્રોનિક ટોલ લેનમાં જવા માટે બે વાર ટોલ ચૂકવવાનો રહેશે. આ સમયે દરેક લેન ઈલેક્ટ્રોનિક હશે તેના માટે ફાસ્ટ ટેગ અનિવાર્ય રહેશે.
ફાસ્ટેગ ક્યાં મળી શકે છે
રાજ્યની આરટીઓ ઓફિસમાંથી મળી શકે
શોપિંગ સાઈટ્સથી ઓનલાઈન ફાસ્ટ ટેગ ખરીદી શકાય
માઈ ફાસ્ટેગ એપ (MYFASTag App)થી મળશે જાણકારી
એપની મદદથી ઓનલાઈન કરાવી શકો છો રિચાર્જ
દિલ્હી એનસીઆરના 50 પેટ્રોલ પંપથી પણ ફાસ્ટ ટેગ ખરીદી શકાશે
ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકાય છે ફરિયાદ
NHAIના 1033 ટોલ ફ્રી નંબર પરથી મળશે જાણકારી
ફાસ્ટ ટેગની ફરિયાદ નોંધાવી શકાશે
8થી 14 નવેમ્બર સુધી ટોલ ફ્રી નંબરમાં 5653 ફરિયાદ મળી
5653 ફરિયાદમાંથી 5301 ફરિયાદ ઉકેલાઈ
દેશમાં ફાસ્ટ ટેગના 28376 કેન્દ્ર બનાવવામાં આવ્યા
23 બેંકોને ફાસ્ટ ટેગની સુવિધા સાથે જોડવામાં આવી