census 2021 census will start from april 1 what questions will be asked see full list here
દિલ્હી /
આવતાં મહિનાની આ તારીખથી દેશમાં વસ્તી ગણતરી શરૂ, તમને પુછાશે આ 31 સવાલ
Team VTV03:32 PM, 04 Mar 20
| Updated: 04:03 PM, 04 Mar 20
કેન્દ્ર સરકારે 2021ની વસ્તીગણતરી માટે સવાલ અને તેની સંખ્યા નક્કી કરી લીધી છે. સરકાર 31 સવાલ પૂછીને વસ્તીગણતરી સંબંધિત ડેટા એકઠો કરશે. આ વર્ષે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે વસ્તીગણતરીની પ્રક્રિયા કરાશે. જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર આ વખતે સરકાર ઘરના રૂમ, દીવાલ, છતની સામગ્રી, ફર્શ, શૌચાલય, શૌચાલયના પ્રકાર અંગે પણ સવાલ પૂછશે.
કેન્દ્ર સરકારે 2021ની વસ્તીગણતરી માટે સવાલ અને તેની સંખ્યા નક્કી કરી
દરેક રાજ્યએ 45 દિવસની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
ગૃહ મંત્રાલય તરફથી આ પ્રકારના 31 સવાલની યાદી જારી કરી દેવાઇ છે. વસ્તીગણતરી માટે કેન્દ્ર સરકારે અધિકારીઓની નિમણૂક કરી તેમને જાણકારી એકઠી કરવાની જવાબદારી પણ સોંપી દીધી છે. 1 એપ્રિલથી 31 સપ્ટેમ્બર વચ્ચે ચાલનારી આ ગણતરીમાં વસ્તીગણતરી અધિકારી તમને કંઇક આવા સવાલ પૂછી શકે છે.
બિલ્ડિંગ નંબર, મકાન નંબર, ઘરની જમીન, દીવાલ અને છતની સામગ્રી તેમજ ઘરની સ્થિતિ, ઘરમાં રહેતા લોકોની સંખ્યા અને ઘરના મુખિયાનું નામ, ઘરમાં રહેતા લોકોની જાતિ, ઘરના માલિકીહક અંગેની જાણકારી, ઘરમાં રૂમની સંખ્યા, ઘરમાં પરિણીત લોકો અંગેની જાણકારી, વીજળી અને પીવાના પાણી અંગેની જાણકારી, શૌચાલય અને શૌચાલયનો પ્રકાર, કિચન, એલપીજી અને પીએનજી ગેસ કનેક્શનની સ્થિતિ, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ અને મોબાઇલ અંગેની જાણકારી, વાહન હોય તો તેની જાણકારી, ઘરમાં વપરાતા મુખ્ય અનાજની જાણકારી. કાર, જીપ, વાન કે દ્વિચક્રી વાહન અંગેના પ્રશ્ન, પાણીના સ્રોતની જાણકારી, ઘરમાં પરિણીત લોકોની સંખ્યા, ઘરમાં રહેતા કુલ વ્યક્તિઓની સંખ્યા, મકાનના ઉપયોગનો ઉદ્દેશ, હાઉસ હોલ્ડ નંબર, મકાનની હાલની સ્થિતિ, ઘરનો માલિકી હક, ડ્રેનેજ સિસ્ટમ સહિતના પ્રશ્નો પુછાશે.
આ વખતે સરકાર વસ્તી ગણતરી દરમિયાન ભવિષ્યમાં તમારો સંપર્ક કરવા માટે પરિવારના મોભીનો મોબાઇલ નંબર પણ રજિસ્ટર કરાવશે. તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પર વસ્તીગણતરી સંબંધી જાણકારી સરકાર દ્વાર શેર કરાશે.
એનપીઆર (NPR) અને વસ્તીગણતરી માટે તારીખ નક્કી કરાઇ છે અને સ્પષ્ટ કરાયું છે કે આ પ્રક્રિયા દરેક રાજ્યએ 45 દિવસની અંદર પૂરી કરવી પડશે. રાજ્ય પોતાની સુવિધા પ્રમાણે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે કોઇ પણ 45 દિવસનો સમય પસંદ કરી શકે છે.