રાજ કુન્દ્રા કેસ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેમાં નવા વળાંકો આવતા જાય છે. હવે સેલિના જેટલીએ કહ્યું છે કે, રાજ કુન્દ્રાએ તેને પણ અપ્રોચ કર્યુ હતુ.
સેલિના જેટલીનો મોટો ઘટસ્ફોટ
રાજ કુન્દ્રાની ઍપ માટે કર્યો હતો અપ્રોચ
બોલીવૂડની ઘણી એક્ટ્રેસને કર્યો હતો અપ્રોચ
સેલિનાએ હા નહોતી પાડી
સેલિના જેટલી હાલ બોલીવૂડથી દૂર છે અને તેના સ્પોક્સ પર્સને કહ્યું કે, એક પ્રોજેક્ટ માટે સેલિનાને અપ્રોચ કરવામાં આવ્યું હતુ પરંતુ તે ઍપ JL Streams માટે હતું. રાજની ઍપ હૉટશોટ અને સેલિના વચ્ચે કોઇ પ્રકારનું કનેક્શન નથી.
JL Streams ડિસન્ટ ઍપ છે
સ્પોક્સ પર્સનના કહ્યાં અનુસાર, સેલિનાને શિલ્પાની JL Streams ઍપ માટે અપ્રોચ કરવામાં આવ્યું હતુ. આ એક પ્રોફેશનલ અને ડિસેન્ટ ઍપ છે. તેને ક્યારેય હૉટશોટ માટે અપ્રોચ કરવામાં આવ્યું નથી. શિલ્પા અને સેલિના સારી મિત્રો છે પરંતુ કોઇક કારણોસર સેલિના શિલ્પાની આ ઍપને જોઇન કરી શકી નહોતી. માત્ર સેલિના જ નહી બોલીવૂડની ઘણી એક્ટ્રેસને પણ આ ઍપ માટે અપ્રોચ કરવામાં આવ્યું હતુ.
કુન્દ્રાની થઇ પૂછપરછ
રાજ કુન્દ્રાની 4 દિવસ સતત પૂછપરછ કર્યા બાદ તેના ઘરે લઇ જઇને પૂછપરછ કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટીની સામે બેસાડીને રાજની પૂછપરછ કરવામાં આવી હતી. રિપોર્ટ્સના કહ્યાં અનુસાર શિલ્પા પૂછપરછમાં રડવા લાગી હતી.
એક રિપોર્ટ અનુસાર, જ્યારે રાજ કુન્દ્રાને ઘરે લઇ જઇને પૂછપરછ કરવામાં આવી ત્યારે શિલ્પા-રાજની બોલાચાલી થઇ ગઇ હતી અને સ્ટેટમેન્ટ આપતી વખતે શિલ્પા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. શિલ્પાએ લગભગ 2 કલાક સુધી પોતાનું નિવેદન આપ્યુ હતુ.
પતિ નિર્દોષ છે
આ નિવેદનમાં શિલ્પાએ કહ્યું કે, પોર્ન કે અશ્લીલ ફિલ્મો બનાવવામાં રાજનો કોઇ હાથ નથી પરંતુ તેના બનેવી બખ્શી તે ઍપના માલિક હતા. રાજ માત્ર ઇરોટિક ફિલ્મો બનાવતો હતો. પોર્ન અને ઇરોટિક ફિલ્મોમાં ફરક હોય છે.
શિલ્પાએ કર્યો દાવો
એક્ટ્રેસે રાજ કુન્દ્રાના બિઝનેસને લઇને એક દાવો કર્યો હતો જેમાં તેણે કહ્યું કે, રાજ અશ્લીલ નહી ઇરોટીક ફિલ્મ બનાવતો હતો.
માત્ર આટલું જ નહી પોલીસે કહ્યું કે રાજ કુન્દ્રા આ અશ્લિલ બિઝનેસનો માસ્ટરમાઇન્ડ છે અને તેણે હોટશોટ કંપની શરૂ કરી હતી. 2019માં તેને તપાસના એંધાણ દેખાતા પોતાના જીજાજીની લંડન બેઝ્ડ કપંની કેનરિનને વેચી દીધી હતી. જે બાદ રાજ મુંબઇથી જ પોર્ન ફિલ્મનો બિઝનેસ ચલાવતો હતો. શિલ્પાનું કહેવું છે કે બનેવી પ્રદીપ આ બિઝનેસ સાથે જોડાયેલો છે તેનો પતિ રાજ નિર્દોષ છે.