ગુજરાતના સૌથી મોટા રાષ્ટ્રધ્વજ સાથે સુરતમાં થશે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, 1 કિલોમીટર લંબાઇ...

By : hiren joshi 03:27 PM, 10 August 2018 | Updated : 03:27 PM, 10 August 2018
સુરતઃ દેશભરમાં 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી યાદગાર બની રહેશે. આ દિવસે સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા મળીને અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. 

અત્યારસુધી સુરતની કાપડ મિલોમાં દેશ વિદેશમાં વખણાતી સાડીઓ અને ડ્રેસ મટીરીયલ તૈયાર કરવામાં આવતા હતા. પરંતુ પહેલી વખત સુરતની કાપડની મિલો દ્વારા ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ બનાવીને ઉજવણી કરવામાં આવશે.આ દિવસે 100થી વધુ સંસ્થાઓ દ્વારા મળીને ઉજવણી કરવામાં આવશે. સાથે જ 1 કિલોમીટર લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લઈને લાંબી રેલી પણ નિકળશે. આ કાર્યક્રમમાં 2 હજારથી વધુ લોકો જોડાશે. રાષ્ટ્રધ્વજ બનાવવા માટે 5 હજાર મીટર સાતીન કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ રાષ્ટ્રધ્વજ 12 દિવસના સમયમાં 200થી વધુ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રધર્મથી ઉપર બીજો કોઈ ધર્મ નથી એ મેસેજ સમાજને આપવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

શું છે આ રાષ્ટ્રધ્વજની ખાસિયત?
- 5 હજાર મીટર કાપડનો ઉપયોગ
- રાષ્ટ્રધ્વજના 3 રંગોને 3 ડાઇંગ મશીન પર રંગવામાં આવ્યો છે
- સ્ટીચિંગ પણ કરવામાં આવી રહ્યું છે
- 200થી પણ વધુ કારીગરો જોડાયા
- રાષ્ટ્રધ્વજ તૈયાર થતા 12 દિવસ લાગશે
- 80 ટકા કામ પૂર્ણ
- ચમક આવે તે માટે જર્મનીથી રંગ મંગાવવામાં આવ્યા છે
- 2 હજારથી વધુ લોકો કાર્યક્રમમાં જોડાશે
- ફ્લેગ 1500 લોકો પકડીને ચાલશે
- જ્યારે 80 સંસ્થા સાથે જોડાશે
- તિરંગા યાત્રા દરમ્યાન દેશની એકતા અને સ્વાભિમાન દર્શાવતા ટેબ્લો આદિવાસી નૃત્ય લાઈવ રોક બેન્ડ પણ હશેRecent Story

Popular Story