બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / HIV પોઝિટીવ દુલ્હને પાંચ લોકો સાથે મનાવી સુહાગરાત, દુલ્હાની ભારે શોધખોળ

નેશનલ ન્યૂઝ / HIV પોઝિટીવ દુલ્હને પાંચ લોકો સાથે મનાવી સુહાગરાત, દુલ્હાની ભારે શોધખોળ

Last Updated: 10:35 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ મહિલા સાથે સુહાગરાત મનાવનારને શોધી રહી છે. આ તમામના ટેસ્ટ કરાવશે

પશ્ચિમ યુપીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા ઉત્તરાખંડની એક દુલ્હન કે જેણે લગ્નના નામે અનેક લોકોને લુટ્યા હતા, તેને પોલીસે પકડીને જેલમાં મોકલી મોકલી છે. હવે લૂંટેરી દુલ્હનએ પોલીસને જે કહ્યું તે સાંભળીને લોકો ચોંકી ગયા છે. વાસ્તવમાં તે લૂંટેરી દુલ્હન HIV પોઝીટીવ છે. આ જાણ થતાં યુવતી સાથે લગ્ન કરનારા પાંચેય વરરાજા ટેન્સનમાં આવી ગયા છે. આ યુવકોએ તેની સાથે લગ્ન કરી છેતરાયા હતા. પોલીસ હવે મહિલા સાથે સુહાગરાત મનાવનારને શોધી રહી છે. પોલીસ આ તમામના ટેસ્ટ કરાવશે જેણે આ મહિલા સાથે લગ્ન કર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તરાખંડના રૂદ્રપુર વિસ્તારની રહેવાસી એક મહિલા યુપીના લગ્ન ઇચ્છુક ભોળા યુવકોને જાળમાં ફસાવતી હતી. યુવકો સાથે લગ્ન કરી બાદમાં તેમને લૂંટીને ફરાર થઇ જતી હતી. આ છેતરપિંડીમાં મહિલા એકલી નહી પરંતુ આખી ગેંગ કામ કરતી હતી. ગયા મહિને લગ્ન ઇચ્છુક યુવકો સાથે લૂંટના બનાવો વધ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને મહિલા અને તેની ગેંગના વધુ સાત લોકોની ધરપકડ કરી હતી. પોલીસે મહિલાને જેલમાં મોકલી આપી હતી. જ્યારે મહિલાએ કહ્યું કે તે એચઆઈવી પોઝીટીવ છે, ત્યારે પોલીસ ચોકી ઉઠી હતી. મહિલા HIV પોઝીટીવ હોવાના સમાચારથી પોલીસ પ્રશાસનમાં ભૂકંપ સર્જાયો છે.

dulhan.jpg

પોલીસે તુરંત આરોગ્ય વિભાગના કર્મચારીઓને બોલાવીને મહિલાની તપાસ કરાવી. ટેસ્ટમાં મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ હવે મહિલા પાસેથી તે લોકોના નામ જાણવાનો પ્રયાસ કરી રહી છે જેમની સાથે તેણે સુહાગરાત મનાવી છે.

Website_Ad_1200_1200_3.width-800

મહિલાએ પોલીસને તે પાંચ દુલ્હાઓ વિશે પણ જણાવ્યું કે જેમની સાથે તેણે લગ્ન કર્યા અને લૂંટનો શિકાર બનાવી ચુકી છે. પોલીસ આ તમામ દુલ્હાને શોધી તેમનો ટેસ્ટ પણ કરાવશે.

વધુ વાંચોઃ ગ્રેસ માર્ક મેળવનારની ફરી થઈ NEETની પરીક્ષા, 50 ટકા વિદ્યાર્થીઓએ છોડ્યું પેપર

લુટેરી દુલ્હન અમીર લોકોને ફસાવતી

પોલીસે જણાવ્યું હતું કે લુટેરી દુલ્હન તેના સંબંધીઓ સાથે મળીને પહેલા પૈસાદારો સાથે સંપર્ક વધારતી હતી અને પછી તેમને ફસાવતી હતી. કુંવારા લોકોને જાળમાં ફસાવી તેમની સાથે લગ્ન કરતી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા એટલી શાતિર છે કે લગ્ન કરીને થોડા દિવસો સુધી તેના સાસરિયાના ઘરે રહેતી હતી. સાસરીમાં બધાનો વિશ્વાસ કેળવીને મોકો મળતા જ કિમતી દાગીના ચોરીને ભાગી જતી હતી. આ પછી મહિલા બીમાર પડી ત્યારે તપાસ કરવામાં આવી તો તે HIV પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP Latest News Shadi barat luteri dulhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ