બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / મૂવી સમીક્ષા / CEAT સ્પેશિયાલિટીએ કલ્કી 2898 એ.ડી. સાથે સહયોગ કરીને AI વાહનો માટે લોન્ચ કર્યા ભવિષ્યના ટાયર

બોલિવૂડ / CEAT સ્પેશિયાલિટીએ કલ્કી 2898 એ.ડી. સાથે સહયોગ કરીને AI વાહનો માટે લોન્ચ કર્યા ભવિષ્યના ટાયર

Last Updated: 10:24 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુજ્જી  મુંબઈ, 17 જૂન: CEAT  સ્પેશિયાલિટીએ બહુપ્રતિક્ષિત ફિલ્મ કલ્કી 2898 એ.ડી. સાથે રસપ્રદ ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, પ્રભાસ સ્ટારર ફિલ્મમાં દર્શાવવામાં આવેલ રોબોટિક વાહન 'બુજ્જી' માટે અત્યાધુનિક ટાયર વિકસાવવામાં આવશે અને લોન્ચ કરવામાં આવશે. આ ભાગીદારી ફરી એકવાર CEAT  અદ્યતન તકનીકને પ્રકાશિત કરે છે અને ગતિશીલતાના ભાવિને આકાર આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

  • કલ્કી 2898 એ.ડી., નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત, ભાવિ વિશ્વની વાર્તા દર્શાવે છે જ્યાં ટેક્નોલોજી અત્યંત અદ્યતન છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોજિંદા જીવનનો એક ભાગ છે. આ ફિલ્મમાં કામ કરતા કલાકારોની યાદી ખૂબ જ આકર્ષક છે જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં અન્ય એક ખાસ પાત્ર 'બુજ્જી' છે, આ એક એ.આઈ. સંચાલિત કાર છે. આ કાર ભવિષ્યવાદી ડિઝાઇન અને નવીનતાનું શિખર છે, જેના માટે ટાયર કારની જેમ જ ઉન્નત અને દૂરંદેશી હોવા જરૂરી છે.
  • બુજ્જીને હોલીવુડના હાયસુ વાંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જેમણે અગાઉ બ્લેક પેન્થર માટે પણ વાહન ડિઝાઇન કર્યું છે. બુજ્જી નામની આ કાર ઓટોમોટિવ ડિઝાઇન અને ટેક્નોલોજીના ભવિષ્યમાં એક લોન્ગ જમ્પ છે. ફિલ્મ નિર્માતાઓ એવી કાર ઇચ્છતા હતા કે જે વાંગની ડિઝાઇનને જીવંત બનાવે અને CEAT  સ્પેશિયાલિટીએ પડકારને પૂર્ણ કર્યો અને એવા ટાયર બનાવ્યા જે આ અભૂતપૂર્વ વાહનને સંપૂર્ણતામાં લાવે.
  • આ પરિવર્તનીય પ્રોજેક્ટ પર તેમના મંતવ્યો શેર કરતા, અમિત તોલાની, ચીફ એક્ઝિક્યુટિવ, CEAT સ્પેશિયાલિટી, જણાવ્યું હતું કે,“બુજ્જી માટે કલ્કી 2898 એડીનું જોડાણ અમારા માટે એક અવિશ્વસનીય તક હતી. આનાથી અમને અમારી સીમાઓને આગળ વધારવાની અને નવી તકનીકો અને સામગ્રીઓનું પરીક્ષણ કરવાની તક મળી. દ્યુતિમાન ચેટર્જી અને તેમની આર એન્ડ ડી ટીમે તેમની સર્જનાત્મકતા અને એન્જીનિયરિંગ કૌશલ્ય વડે આ વિઝનને જીવંત કર્યું. આ પ્રોજેક્ટ ટાયર ઇનોવેશનમાં અમારા ભવિષ્ય માટે સ્ટેજ સેટ કરે છે. અમારી ટીમ અને અમારા ટાયર ખરેખર જિજ્ઞાસુઓ માટે બનાવવામાં આવ્યા છે, જે અમને અજાણ્યા પ્રદેશોમાં લઈ જઈને ભવિષ્યની કલ્પના કરવા માટે સશક્ત બનાવે છે.”
  • CEAT સ્પેશિયાલિટીના આર એન્ડ ડીના પ્રમુખ દ્યુતિમાન ચેટર્જીએ જણાવ્યું હતું કે, "બુજ્જી માટે ટાયરની રચના કરવી એ પ્રેરક પણ હતું અને આ ખૂબ જ અપેક્ષાઓ ભરેલું કામ પણ હતું. આ પ્રસંગે અમને નવી ટેક્નોલોજી અને સામગ્રીઓનું પરીક્ષણ કરવા અને ટાયર ડિઝાઇનમાં અગાઉ જે શક્ય હતું તેનાથી આગળ વધવાનો પ્રયાસ કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ આપ્યું.  CEAT સ્પેશિયાલિટી તેના બેસ્ટ- ઈન- ક્લાસ ઓટીઆર ટાયર વિકસાવવામાં તેની એન્જિનિયરિંગ કુશળતા માટે જાણીતી છે અને આ પ્રોજેક્ટે અમને બારને વધુ વધારવા માટે પડકાર આપ્યો છે. તેણે અમને માત્ર સુધારણા કરવા માટે જ પ્રેરિત નથી કર્યું પણ અમને ટાયર ટેક્નોલોજીના ભાવિ વિશે મૂલ્યવાન સમજ પણ આપી છે."
  • બુજ્જી ટાયરનો વિકાસ એ પડદા પાછળની અદ્ભુત વાર્તા હતી જેમાં તીવ્ર સર્જનાત્મકતા અને સૂક્ષ્મએન્જિનિયરિંગ સામેલ હતું. પ્રક્રિયાની શરૂઆત વિચાર-વિમર્શની બેઠકોથી થઈ જેમાં ડિઝાઇનર્સ, એન્જિનિયરો અને સામગ્રી વૈજ્ઞાનિકો સંભવિત ડિઝાઇનની કલ્પના કરવા માટે ભેગા થયા. બુજ્જીના ભાવિ દેખાવ અને ક્ષમતાઓથી પ્રેરિત, ટીમે મટીરીયલ્સ, ટેકનોલોજી અને એસ્થેટિક વિશે લાંબી ચર્ચાઓ કરી હતી. આ મીટિંગ્સના પરિણામે સંખ્યાબંધ વિઝનરી સ્કેચ, ડિજિટલ મોડલ અને પેટર્ન પ્રોટોટાઇપ્સ આવ્યા જેણે ટીમના વિચારોને જીવંત કર્યા.
  • આ ટાયરોની એક વિશેષતા જે તેમને અલગ પાડે છે તે તેમની અનન્ય બ્લોક ડિઝાઇન છે. એ.આઈ. એલ્ગોરિધમ્સ અને ફટુચરિસ્ટિક પેટર્નમાંથી પ્રેરણા લઈને, ડિઝાઇનમાં જટિલ ગ્રુવ્સ અને ચેનલોનો સમાવેશ થાય છે જે તેની પરફોર્મન્સ અને વિઝ્યુઅલ અપીલને વધારે છે. બ્લૉક ડિઝાઇન સર્ક્યુલર સપોર્ટ બેઝ ખાસ કરીને બુજ્જીની અદ્યતન ક્ષમતાઓ અને અદભૂત સ્પોર્ટી દેખાવને પૂરક બનાવવા માટે સુપીરિયર ટ્રેક્શન અને સ્થિરતા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
  • એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા આ પ્રોજેક્ટના મૂળમાં હતી. આ ટાયરની પહોળાઈ વધારે છે,  આસ્પેક્ટ રેશિયો 30 છે જેનાથી તેમના શ્રેષ્ઠ પરફોર્મન્સ અને ટોર્ક સુનિશ્ચિત થઇ શકે છે. વધુમાં, આ ટાયર 4 ટન સુધીનો ભાર સહન કરી શકે છે, જે તેમને અત્યંત ટકાઉ અને બુજ્જીની મજબૂત રચનાને ટેકો આપવા સક્ષમ બનાવે છે. વિશાળ ડિઝાઇન, મોટાં રિમ, ના ફક્ત બુજ્જીના દેખાવમાં વૃદ્ધિ કરે છે પરંતુ સાઈડ સ્વેને પણ ન્યૂનતમ કરી દે છે જેનાથી એક સહજ અને સ્થિર રાઈડ શક્ય બને છે. સખત સિમ્યુલેશન્સ અને વાસ્તવિક પરીક્ષણોએ ડિઝાઇનને માન્ય કરી અને શ્રેષ્ઠ કોર્નરિંગ, સ્ટીયરિંગ અને બ્રેકિંગ કામગીરી માટે ટાયરને ઑપ્ટિમાઇઝ કર્યા - બુજ્જી જેવા ઉચ્ચ-પ્રદર્શન વાહન માટે આ તમામ આવશ્યક વિશેષતાઓ છે.
  • કલ્કી 2898 એ.ડી. સાથે CEAT સહયોગે ટાયર ટેક્નોલોજીમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે, જે એક સિદ્ધિ છે જે નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. CEAT સ્પેશિયાલિટી, જે તેના નવીન ઓફ-ધ-રોડ ટાયર માટે જાણીતી છે, તે આ ભૂમિકા માટે ફિલ્મ નિર્માતાઓની પ્રથમ પસંદગી હતી કારણ કે CEAT સ્પેશિયાલિટી તેની કુશળતા અને ઉદ્યોગમાં સાબિત ટ્રેક રેકોર્ડ સાથે આવા ભાવિ ટાયર બનાવવા માટે શ્રેષ્ઠ પસંદગી છે.
  • બુજ્જી પ્રોજેક્ટ દરમિયાન CEAT સ્પેશિયાલિટી એ જે પાઠ શીખ્યા છે અને ટેક્નોલોજી વિકસિત કરી છે તે  કંપનીના ભાવિ ઉત્પાદનોને આકાર આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કંપનીનું વિઝન સ્પષ્ટ છે: એવા ટાયર બનાવવા કે જે માત્ર કાર્યાત્મક અને વિશ્વસનીય જ નહીં, પણ સ્માર્ટ, ટકાઉ અને ભવિષ્યની મોબિલિટી માટે તૈયાર પણ હોય.
  • નવપ્રવર્તન અને દૂરંદેશી દ્રષ્ટિકોણની વિરાસત સાથે CEAT ઓટોમેટિવ ઉત્કૃષ્ટતાના આગળના યુગમાં નેતૃત્વ માટે તૈયાર છે. બુજ્જી અને કલ્કી 2898 એ.ડી. સાથે આ સફરને CEAT પથને રોશન કર્યું છે અને આ માટે કંપનીનું ભવિષ્ય અને ફ્યુચરિસ્ટિક ટાયરોનું વિઝન સંભાવનાઓથી ભરેલું છે.

સંકળાયેલા મુદ્દાઓ

CEAT Specialty Kalki Film Future Tire Launch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ