બ્રેકિંગ ન્યુઝ
VTV / CDS Rawat indirectly hints at China, 'Our army can go to any extent for duty'
Nirav
Last Updated: 08:57 PM, 2 January 2021
ADVERTISEMENT
બિપિન રાવત એ કહ્યું કે પડકારજનક સંજોગોમાં પણ માત્ર ભારતીય સૈનિકો સરહદો પર નજર રાખે છે અને દુશ્મનોનો સામનો કરે છે અને દેશવાસીઓને સલામત રાખે છે, તેમણે કહ્યું કે અમારા સૈનિકો હંમેશા સરહદોની સુરક્ષાના તેમના સંકલ્પ માટે દ્રઢ છે.
CDS Rawat visits forward bases along China border, says those fighting against Indian forces will be destroyed
— ANI Digital (@ani_digital) January 2, 2021
Read @ANI Story | https://t.co/6srBjHTTnc pic.twitter.com/IiLbuzM5SA
ADVERTISEMENT
ચીની સરહદ પરની ચોકીઓની લીધી મુલાકાત
તેમના કાર્યકાળના એક વર્ષ પૂરા થવા પર, CDS બિપિન રાવત એ ચીની સરહદ પરની ભારતીય ચોકીઓની મુલાકાત લીધી હતી અને કહ્યું કે ભારતીય સેના બલિદાન માટે હંમેશા તત્પર છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અમારી સૈન્યની તાકાત એટલી ઊંચી છે કે તેના માર્ગમાં કોઈ અવરોધ આવી શકે નહીં.
તેમણે ચીનની સરહદ પરની અરુણાચલ પ્રદેશ અને આસામની લશ્કરી ચોકીની મુલાકાત લીધી. બિપિન રાવતે કહ્યું કે આપનું લશ્કર પ્રોફેશનલ લશ્કર છે, સૌથી મોટી વાત એ છે કે આપણે બધા આપણી ફરજ માટે કોઈપણ હદે જઈ શકીએ છીએ.
After witnessing measures adopted by troops to maintain effective surveillance & enhanced operational readiness, General Rawat said,“Only Indian soldiers could remain vigilant under such challenging situations ever willing to go beyond the call of duty to safeguard the borders." https://t.co/42D5gST6cx
— ANI (@ANI) January 2, 2021
સેના કોઈ પણ પડકારજનક સ્થિતિમાં જાગ્રત રહી શકે છે : CDS રાવત
અસરકારક સર્વેલન્સ જાળવવા અને સુરક્ષા વધારવા માટે સૈન્ય દ્વારા અપનાવવામાં આવેલા પગલાં જોયા પછી જનરલ રાવતે કહ્યું કે, 'ફક્ત ભારતીય સૈનિકો સરહદોની રક્ષા કરનારી આવી પડકારજનક સ્થિતિમાં જાગ્રત રહી શકે છે. ફરજનાં આહવાનથી આગળ વધવાની ઇચ્છા ધરાવનાર ભારતીય સૈનિકો છે.
નિષ્ણાતો કહે છે કે સેનાની તાકાત અને ઉચ્ચ મનોવિજ્ઞાન ટોચના નેતૃત્વ અને જનરલની વિચારસરણી પર આધારિત છે. ગયા વર્ષે ચીનને ભારતે જે રીતે જવાબ વાળ્યો તેની ચીનને અપેક્ષા નહોતી. તે સાચું છે કે ભારત અને ચીન વચ્ચેનો તણાવ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. પરંતુ ભારતીય તૈયારીઓ બાદ ચીન પણ મધ્યમ વલણ અપનાવી રહ્યું છે.ગલવાન અથડામણ બાદ ભારતીય સૈન્યએ જે રીતે આક્રમક વલણ અપનાવ્યું તેણે વૈશ્વિક સ્તરે ભારતીય સજ્જતા વિશેના વિચારને બદલી નાખ્યો. ભારતે નરમ રાષ્ટ્રની ઈમેજમાં ચેન્જ જોયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.