Team VTV08:32 AM, 09 Dec 21
| Updated: 08:46 AM, 09 Dec 21
CDS સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેઓની પત્નીનો મૃતદેહ દિલ્હી લાવવામાં આવશે અને અંતિમ દર્શન માટે મુકાશે.
CDS સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેઓની પત્નીનું નિધન
આજે મૃતદેહો દિલ્હી લવાશે
સંસદમાં રાજનાથસિંહનું નિવેદન
તમિલનાડુના નીલગિરિસમાં હેલિકોપ્ટર અકસ્માતમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત ( CDS General Bipin Rawat ), તેમની પત્ની ડૉ. મધુલિકા રાવત અને 13 લોકોના દુઃખદ નિધન થયા હતા. આ હેલિકોપ્ટર અકસ્માત ગઈકાલે થયો હતો. જનરલ બિપિન રાવત અને તેમના પત્ની ડૉ. મધુલિકા રાવતના પાર્થિવ દેહને આજે દિલ્હી લાવવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃતદેહને દિલ્હી છાવણી લાવવામાં આવશે અને શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને આજે સૈન્ય વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં લઈ જવામાં આવશે.
એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કુન્નુર ખાતે દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગઈકાલે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીનું નિધન થયું હતું. કુલ મળીને 13 લોકોના નિધન થયા હતા.
तमिलनाडु: एयर चीफ मार्शल वी.आर चौधरी कुन्नूर में हेलिकॉप्टर दुर्घटना स्थल पहुंचे, जहां कल CDS जनरल बिपिन रावत और उनकी पत्नी समेत 13 लोगों की मौत हुई। pic.twitter.com/M63k3qCo3G
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બંને ગૃહોમાં તમિલનાડુના નીલગિરિમાં બનેલી આ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે વિસ્તૃત માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ આજે લોકસભામાં સવારે 11.15 વાગ્યે અને પછી બપોરે રાજ્યસભામાં નિવેદન આપશે.
ઉલ્લેખનીય છે કે, જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થયું હતું. આ હેલિકોપ્ટરમાં જનરલ રાવત, તેમની પત્ની સહિત 14 લોકો હતા. ભારતીય વાયુસેના (IAF) નું હેલિકોપ્ટર જેમાં તેઓ સવાર હતા તે તમિલનાડુના નીલગિરી જિલ્લામાં ક્રેશ થયું છે. Mi શ્રેણીના હેલિકોપ્ટરે સુલુર આર્મી બેઝ પરથી ઉડાન ભરી હતી, તેના થોડા સમય બાદ નીલગીરીમાં અકસ્માત થયો હતો.
કેવી રીતે ઘટી દુર્ઘટના ? શું હોઈ શકે કારણ?
ડિફેન્સ એક્સપર્ટ્સના અનુસાર, Mi-17V5 હેલિકૉપ્ટર એક વીવીઆઈપી ટ્વિન એન્જિન હેલિકૉપ્ટર છે. સિયાચિનથી લઇને નૉર્થ ઈસ્ટના વિસ્તારો સુધી આ હેલિકૉપ્ટરનો ઉપયોગ રવામાં આવે છે. કુન્નૂરની આસપાસ ખરાબ હવામાનના કારણે દુર્ઘટના બની હોવાની શક્યતા છે. હજુ સુધી દુર્ઘટનાનુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.
#WATCH | IAF chief Air Chief Marshal VR Chaudhari reaches the chopper crash site near Coonoor in Nilgiris district of Tamil Nadu
13 people including CDS General Bipin Rawat and his wife lost their lives in the accident on Wednesday. pic.twitter.com/djgoBu6Y4B
તમિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવતને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની સહિત સ્ટાફના કુલ 14 લોકો હાજર હતાં. તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે આ ઘટના બની. હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું તે ગાઢ જંગલ છે. જેને લીધે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હેલિકૉપ્ટરમાં કોણ કોણ સવાર હતા?
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર MI-17V5 માં ચીફ ઓફ ડિફેન્સ રાવત પોતાના સ્ટાફ સાથે સવાર હતાં. કુલ 14 લોકો હેપિકૉપ્ટરમાં સવાર હતા. જેમાં હેલિકોપ્ટરમાં CDS બિપીન રાવત બિપીન રાવતના પત્ની શ્રીમતિ મધુલિકા રાવત, બ્રિગેડિયર એલ.એસ.લિડ્ડુર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરુદેલસિંહ, નાયક જિતેન્દ્રકુમાર, લાન્સ નાયક વિવેકકુમાર, લાંસ નાયક બી.આઈ. તેજા અને હવાલદાર સતપાલ હેલિકૉપ્ટરમાં સવાર હતા.
જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો, અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં મોટી આગ લાગી હતી અને તે આગનો ગોળો બનીને જમીન પર તૂટી પડ્યું હતું તેમાં સવાર 13 લોકોના મોત થયા જ્યારે એક જવાન જીવિત બચી ગયો છે.
ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી
ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે