cds bipin rawat profile interesting facts about surgical strike
સલામ /
સર્જીકલ સ્ટ્રાઇકના હીરો, LoC થી લઈને ચીન બોર્ડર પર સેવા આપી બન્યા CDS, દેશે વીરતાનું મોટું રતન ગુમાવ્યું
Team VTV06:18 PM, 08 Dec 21
| Updated: 07:16 PM, 08 Dec 21
તમિલનાડુના કુન્નુરમાં આજે સવારે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત 13 લોકોનું શહીદ થયા છે.
બિપિન રાવતે LOC,ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.
પાકિસ્તાનમાં કરાયેલી સર્જીકલ સ્ટ્રાઈક બિપિન રાવતની આગેવાનીમાં થઈ હતી
ભારતીય સેનાના 27માં આર્મી ચીફ તરીકે સેવા આપી ચૂક્યાં છે
તમિલનાડુના કુન્નુરમાં આજે (08 ડિસેમ્બર, 2021) આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત) અને તેમની પત્ની સહિત 14 લોકોએ સવાર હતાં.આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું શહીદ થયાં છે. આ દુર્ઘટનામાં કુલ 13 લોકનું મોત નીપજ્યું છે. ત્યારે આવો જોઈએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના બહાદુરીના કારનામાં
સીડીએસ બિપિન રાવતનો પ્રોફાઇલ
- ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત)એ ભારતીય સેનાની સેવામાં લાંબો સમય વિતાવ્યો છે, તેઓ ઊંચાઈ પર લડવામાં નિષ્ણાંત રહ્યાં છે
- બિપીન રાવત આર્મીમાં ઉંચાઈની લડાઈ અને બળવાખોરી વિરોઘી કામગીરીના નિષ્ણાંત તરીકે ઓળખાય છે.
-2016માં ઉરીમાં સૈન્ય શિબિર પર થયેલા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આવેલી સર્જીકલ સ્ટ્રાઈક આર્મી ચીફ જનરલ બિપિન રાવતની આગેવાનીમાં કરવામાં આવી હતી
-આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.