cds bipin rawat helicopter crash inquiry finds no sabotage blames
ખુલાસો /
હેલિકોપ્ટર ક્રેશ મામલે IAFનો મોટો ખુલાસો, યાંત્રિક ખામી નહીં પરંતુ આ કારણે બની હતી દુર્ઘટના
Team VTV08:23 PM, 14 Jan 22
| Updated: 08:31 PM, 14 Jan 22
સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોને લઈને નીકળેલા હેલિકોપ્ટર ક્રેશ અંગે મહત્વની જાણકારી ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવી છે.
CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેસનો મામલો
પ્રાથમિક રિપોર્ટમાં પાઇલટની બેદરકારી હોવાનુ સામે આવ્યુ
ટ્રાઇ સર્વિસેજ કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો
IAF એ કહ્યું છે કે 8 ડિસેમ્બર 2021 ના રોજ Mi-17 V5 હેલિકોપ્ટર ક્રેશની ટ્રાઈ સર્વિસ તપાસમાં તેના પ્રારંભિક પરિણામોમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વૉઇસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ યાંત્રિક નિષ્ફળતા, તોડફોડ કે બેદરકારી નથી.
ખરાબ વાતાવરણને લીધે હેલિકોપ્ટર થયું ક્રેશ
પ્રારંભિક પરિણામો અનુસાર, ઘાટીમાં હવામાનમાં અણધાર્યો ફેરફાર થયો હતો, જેના કારણે હેલિકોપ્ટર વાદળોમાં ફસાઈ ગયું અને ક્રેશ થઈ ગયું. વાદળોને કારણે પાયલોટ મૂંઝવણમાં મુકાઈ ગયો અને હેલિકોપ્ટર કાબૂ બહાર જઈને જમીન સાથે અથડાયું. અકસ્માતનું સૌથી સંભવિત કારણ જાણવા માટે તપાસ ટીમે તમામ ઉપલબ્ધ સાક્ષીઓની તપાસ કરી. આ સિવાય ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના તારણોના આધારે, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ કેટલીક ભલામણો કરી છે જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.
નિયંત્રણમાં હોવા છતાં હેલિકોપ્ટર થયું ક્રેશ
વાયુસેનાના એર ચીફ માર્શલ વી આર ચૌધરી અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાની હેઠળની ટ્રાઈ-સર્વિસ તપાસ ટીમ દ્વારા અકસ્માત પાછળનું સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે. 5 જાન્યુઆરીએ તેમણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને તપાસના તારણો વિશે માહિતગાર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમિલનાડુના કુન્નુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે સંપૂર્ણપણે પાયલટના નિયંત્રણમાં હતું. પરંતુ વાદળોના કારણે તે તેના નિયંત્રણમાં હોવા છતાં તૂટી પડ્યું. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આવા અકસ્માતોમાં પાઇલોટ અથવા ક્રૂ મેમ્બર જોખમથી અજાણ હોય છે.
08 ડિસેમ્બરે બની હતી દૂર્ઘટના
તમિલનાડુના કુન્નુરમાં 08 ડિસેમ્બર, 2021 ના રોજ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત) અને તેમની પત્ની સહિત 14 લોકોએ સવાર હતાં. આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત શહીદ થયાં હતા. આ દુર્ઘટનામાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે.