CDS Bipin Rawat Ahmedabad martyred Captain Nilesh Soni family wish fulfilled
યાદગીરી /
બિપિન રાવતનું અમદાવાદ કનેક્શન : શહીદ નિલેશ સોનીના પરિવારે માંગી હતી માટી, CDSએ વિશેષ વ્યવસ્થા દ્વારા ઈચ્છા પૂરી કરી હતી
Team VTV03:05 PM, 09 Dec 21
| Updated: 03:47 PM, 09 Dec 21
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા CDS બિપિન રાવતનું નિધન થયું છે. બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. CDS બિપિન રાવતની મહાનતાનો એક કિસ્સો ગુજરાત સાથે પણ જોડાયેલો છે.
CDS બિપિન રાવતનું અમદાવાદ કનેક્શન
શહીદના પરિવારની ઇચ્છા કરી હતી પુરી
પરિવારને માટી મોકલવા આદેશ કર્યો હતો
તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા. બિપિન રાવતથી જોડાયેલા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે એક ગુજરાતની કહાની પણ સામે આવી છે. જે જાણીને તમને બિપિન રાવત માટે માન વધી જશે.
કેપ્ટન નીલેશ સોની શહીદ થયા તે જગ્યાની માટી પરિવારે યાદગીરી માટે મંગાવી હતી
આ કિસ્સામાં એવું બન્યું હતું કે CDS બિપિન રાવતે અમદાવાદના શહીદ કેપ્ટન નીલેશ સોનીના પરિવારની ઇચ્છા પુરી કરી હતી. અમદાવાદના પાલડી ભઠ્ઠા પાસે આવેલી દત્ત સોસાયટીમાં રહેતા શહીદ કેપ્ટન નીલેશ સોનીના પરિવારની ઇચ્છા પુરી કરી હતી. સોની પરિવારે શહીદ કેપ્ટન નીલેશ સોની સિયાચીન ગ્લેશિયરની ચંદન પોસ્ટ પર શહીદ થયા હતા. ત્યારે પરિવારે તેની યાદગીરી રાખવા માટે ત્યાંની માટી મંગાવી હતી. CDS બિપિન રાવતને પત્ર લખ્યો હતો.
બિપિન રાવતે શહીદ કેપ્ટન નીલેશ સોનીના પરિવારની ઇચ્છા કરી હતી પુરી
CDS બિપિન રાવતને પત્ર મળતા જ તેમને શહીદ પરિવારની ઇચ્છા પુરી કરવા આદેશ કર્યો હતો. પુરા સન્માન સાથે રણભૂમિની માટી સોની પરિવારને આપવા આવી હતી. CDS બિપિન રાવતના PSએ શહીદ નીલેશ સોનીના ભાઇ જગદીશ સોની સાથે વાત કરી હતી. કહ્યું હતું કે બિપિન રાવત જ્યારે અમદાવાદ આવશે ત્યારે તમારા પરિવાર સાથે મુલાકાત કરશે. શહીદ કેપ્ટન નીલેશ સોનીના સ્મારક ખાતે અંજલી અર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
શહીદના પરિવારે ખુદ કહાની સંભળાવી
કેપ્ટન નીલેશ સોની 12 ફેબ્રુઆરી 1987ના રોજ સિયાચીન ગ્લેશિયલરના ચંદન પોસ્ટ પર પાકિસ્તાની સેના સામે લડતા 25 વર્ષની વયે શહીદી થયા હતા. અમે ત્યાં જઇ શકીએ તેમ ન હતા. 13 જૂલાઈ 2021 નીલેશનો 59મો જન્મ દિવસ હતો. જનરલ બિપિન રાવતને તેના 20 દિવસ પહેલા 21-6-2021ના રોજ એક પત્ર દ્વારા નિલેશ જે જમીન પર શહીદ થયો હતો તેની માટી અને તોપ ખાના રેજિમેન્ટમાં હતો એટલે તોપખાનાની ખાલી કારતૂસ તેમને યાદગીરી રૂપે આપવા માટે વિનંતી કરી હતી. તેઓ ત્રણેય પાંખના વડાને અસંખ્ય કાગળ આવતા હશે ત્યારે તેમને મારો પત્ર મળ્યો અને તાત્કાલિક સંબંધિત અધિકારીને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે માટી મળે તેવા આદેશ આપ્યા હતા. ખાસ મિશન તરીકે લઇને શહીદ પરિવારની લાગણી જોડાયેલી છે. તેમાં ચૂક ન થાય. નીલેશ જે રેજિમેન્ટમાં હતો તે રેજિમેન્ટના અધિકારીઓએ 13મી જુલાઈએ માટી અને કાટરી સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અર્પણ કરવામાં આવી.