CDC Warns Of Mysterious Salmonella Outbreak Spreading Through Onion In USA And Canada
એલર્ટ /
કોરોના મહામારીમાં ડુંગળીના કારણે આ નવી બીમારીનો વધ્યો ખતરો, CDCએ લક્ષણો સાથે જાહેર કર્યું એલર્ટ
Team VTV10:09 AM, 06 Aug 20
| Updated: 10:59 AM, 06 Aug 20
કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારીથી હવે દુનિયા લડી રહી છે ત્યારે સ્વાસ્થ્ય એજન્સીઓની ચિંતા હવે વધારે એક નવા બેક્ટેરિયાએ વધારી છે. જી હા, હવે સૈલ્મોનેલા નામનો એક નવો બેક્ટેરિયા ફેલાઈ રહ્યો છે. આ બેક્ટેરિયા ડુંગળીના કારણે ફેલાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેરિકામાં આ બેક્ટેરિયાથી 34 રાજ્યોના 400 લોકો સંક્રમિત થયા છે. કેનેડામાં પણ 50થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ મહામારીને જોતાં ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC )એ તેના લક્ષણો જાહેર કરવાની સાથે જ એલર્ટ પણ જાહેર કર્યું છે.
કોરોના મહામારીની સાથે અમેરિકામાં ફેલાયું સૈલ્મોનેલા સંક્રમણ
અમેરિકામાં 400થી વધુ લોકો થયા પ્રભાવિત
CDCએ લક્ષણો જાહેર કરી આપ્યું એલર્ટ
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લાલ અને પીળી ડુંગળીથી સૈલમોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાવવાથી અનેક કેસ સામે આવ્યા છે. અહીં 34 રાજ્યોમાં 400થી વધારે લોકો આ બેક્ટેરિયાથી સંક્રમિત છે. સીડીસીએ થોમસન ઈન્ટરનેશનલ કંપની દ્વારા આવી રહેલી ડુંગળીને ન ખાવાના આદેશ આપ્યા છે. જે ઘરમાં પહેલાંથી આ ડુંગળી છે તેનો ઉપયોગ ન કરીને તેને ફેંકી દેવાની સલાહ આપવામાં આવી રહી છે.
બેક્ટેરિયાથી પ્રભાવિત 60 લોકો હોસ્પિટલમાં દાખલ
એક રિપોર્ટ અનુસાર કેનેડામાં પણ સૈલમોનેલા બેક્ટેરિયાના સંક્રમણનો ખતરો સામે આવી રહ્યો છે. આ બેક્ટેરિયાથી સંક્રમિત થવાના કારણે 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડુંગળીથી ફેલાયેલું આ સંક્રમણ લોકોની વચ્ચે મુશ્કેલી સર્જી રહ્યું છે.
સપ્લાયરે પરત મંગાવ્યો ડુંગળીનો સ્ટોક
અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે 34 અમેરિકી રાજ્યોમાં સૈલમોનેલાનું સંક્રમણ લાલ ડુંગળી સાથે જોડાયેલું છે. સીડીસીના જણાવ્યા અનુસાર 19 જૂનથી 11 જુલાઈની વચ્ચે શરૂઆતના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ સંક્રમણ વધ્યું છે. મળતી માહિતી અનુસાર સપ્લાયર એજન્સી થોમસન ઈન્ટરનેશનલ લાલ, સફેદ, પીળી ડુંગળી પાછી મંગાવી કરહ્યું છે.
આ લક્ષણોથી સમજો કે તમને પણ આ સંક્રમણ છે કે નહીં.
સીડીસીના આધારે આ બેક્ટેરિયાના સંક્રમણમાં આવ્યા બાદ ડાયરિયા, તાવ અને પેટની સમસ્યાઓ જોવા મળે છે.
સંક્રમણના 6 કલાકથી લઈને 6 દિવસ સુધી આ લક્ષણો જોવા મળે છે.
સૈલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણમ ગંભીર બનતાં તે આંતરડાને નુકસાન કરે છે.
સંક્રમણથી વધુમાં વધુ 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો અને 65 વર્ષની વ્યક્તિઓમાં પ્રભાવ જોવા મળે છે.
સીડીસીના એલર્ટ બાદ પરત મંગાવાઈ રહી છે ડુંગળી
સૈલ્મોનેલા બેક્ટેરિયાના સંક્રમણ ડુંગળીને કારણે ફેલાતું હોવાથી શરૂઆતમાં થોમસન ઈન્ટરનેશનલ કંપનીનું નામ સામે આવ્યું છે. જે અમેરિકા અને કેનેડામાં ડુંગળીના સપ્લાયનું કામ કરે છે. સીડીસીના એલર્ટ બાજ કંપનીએ તમામ ડુંગળીનો સ્ટોક માર્કેટમાંથી પરત મંગાવ્યો છે.