લો બોલો! /
હવે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં મુકાયા CCTV કેમ? તો કે, પોલીસ પાસે ટ્રાફિકનું પાલન કરાવવા
Team VTV10:39 AM, 12 Nov 19
| Updated: 10:41 AM, 12 Nov 19
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં પ્રથમ વખત CCTV લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ હેડક્વાર્ટરના આવવા અને જવાના રસ્તા પર CCTV લગાવવામાં આવ્યા છે.
પોલીસ હેડક્વાર્ટરમાં લાગ્યા CCTV
પોલીસકર્મીનો હવે થશે દંડ
ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન તો દંડ
હવે ટ્રાફિકનો ઉલ્લંઘન કરનાર પોલીસકર્મીને દંડ ફટકારવામાં આવશે. પોલીસકર્મી અને તેમના પરિવારજનો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. લોકોની ફરિયાદને પગલે તંત્ર દ્વારા CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ હેડક્વાર્ટરમાં CCTV લાગવવામાં આવતા હવે પોલીસ કમિશનર ઓફિસથી નજર રાખવામાં આવશે.
રાજકોટ સીટીની શું છે પરિસ્થિતિ
રાજકોટમાં હાલ 13 એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ નક્કી કરાયા છે તે સાથે 87 મહત્વના ચાર રસ્તા અને 14 ટ્રાફિક પોઈન્ટ તેમજ 23 સેન્સેટીવ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. કુલ 109 પઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ નજર રાખી શકે તે માટે કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવવાના હતા. આ માટે 35 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યુ હતુ.