cbse will have to bring 33 marks in 33 of the articles to pass
નિર્ણય /
CBSEમાં ભણતા વિદ્યાર્થીઓ ખાસ વાંચજો, પાસ થવા હવે ફરજીયાત લાવવા પડશે આટલા માર્ક
Team VTV06:56 PM, 24 Dec 19
| Updated: 06:57 PM, 24 Dec 19
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ એ હવે ચાલુ શૈક્ષણિક વર્ષ 2019-20 થી ધોરણ 10 અને 12ની પરીક્ષાની પેર્ટનની સાથે માર્કિગ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે.
CBSE ના વિદ્યાર્થીઓ માટે મોટા સમચાર
માર્કિંગ સિસ્ટમમાં કર્યા ફેરફાર
વિદ્યાર્થીએ અલગ અલગ 33 માર્ક લાવવાના રહેશે
તેથી હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓએ ધોરણ 12માં પાસ થવા માટે 33 ટકા એટલેકે 33 માર્ક લાવવાના રહેશે અને ધોરણ 10માં પ્રેક્ટિકલ અને થિયરીના મળીને પણ કુલ 33 માર્ક લાવવાના રહેશે.
વિદ્યાર્થીએ અલગ અલગ 33 માર્ક લાવવાના રહેશે
જોકે ધોરણ-12માં પ્રેક્ટિકલ અને થિયરી અને ઇન્ટરનલના વિદ્યાર્થીએ અલગ અલગ 33 માર્ક લાવવાના રહેશે. ધોરણ 12માં વિદ્યાર્થીઓએ થિયરી, પ્રેક્ટિકલ અને ઇન્ટરનલમાં પાસ જવું ફરજિયાત રહેશે. બોર્ડે દ્વારા તમામ સીબીએસઈ તેમજ સીબીઆઈ માન્યતા ધરાવતી શાળાઓને એક આદેશ દ્વારા નવી પેટર્નથી એક્ઝામ લેવાનું જણાવી દીધું છે.
તો વિદ્યાર્થીઓને નહીં કરવામાં આવે પાસ
ધોરણ 12માં વિદ્યાર્થીએ ત્રણ વિભાગ પ્રેક્ટિકલ, થિયરી અને ઇન્ટર્નલ એસેસમેન્ટના મળીને કુલ 33 ટકા લાવવાના રહેશે. આ ત્રણ પૈકી ગમે તે એક કે વધુમાં વધુ પાસિંગ માર્ક ન આવતા હોયતો તે વિદ્યાર્થીને પાસ જાહેર કરવામાં નહીં આવે ઉપરાંત ધોરણ 12માં 80 માર્ક્સની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીને 26 માર્ક્સ લાવવાના રહેશે
ઇન્ટર્નલ એસેસમેન્ટમાં કુલ 20 માર્ક
પરીક્ષા પેટર્નમાં ફેરફાર મુજબ પેપરમાં 20 ટકા પ્રશ્નો બહુ વૈકલ્પિક પ્રકારના અને 10 ટકા પ્રશ્નો સમજણ શક્તિની કસોટી પ્રકારના હશે પેપરના 33 ટકા પ્રશ્નોમાં ઇન્ટર્નલ ઓપશન હશે શાળાઓમાં પરીક્ષા પણ આ પેટર્નથી જ લેવાશે ઇન્ટર્નલ એસેસમેન્ટમાં કુલ 20 માર્ક નક્કી કરાયા છે