સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને હાલમાં જ એક નોટિસ જાહેર કરીને તમામ યુનિવર્સિટીઝને કહ્યું હતું કે, તે ડિજિલોકરની માર્કશિટ અને માઈગ્રેશન સર્ટિફિકેટને એડમિશન માટે માન્યતા આપે.
સીબીએસઈની મોટી સ્પષ્ટતા
ડિજિલોકર પર જાહેર થયેલ માર્કિશિટ કાયદેસર
કોલેજો અને યુનિવર્સિટી એડમિશન માટે ના પાડી શકે નહીં
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને હાલમાં જ એક નોટિસ જાહેર કરીને તમામ યુનિવર્સિટીઝને કહ્યું હતું કે, તે ડિજિલોકરની માર્કશિટ અને માઈગ્રેશન સર્ટિફિકેટને એડમિશન માટે માન્યતા આપે. બોર્ડનનું કહેવુ હતું કે, ડિજિલોકર પર જાહેર થયેલ ડિજિટલ સહી અને ક્યૂઆર કોડવાળી માર્કશિટને કાયદેસરની માન્યતા મળેલી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તેને લઈને ના પાડી શકે નહીં અને ન તો તેમની જગ્યાએ એડમિશન માટે પ્રિટેંડ કોપી માગી શકે.
બાદમાં જમા કરાવો પ્રિંટેડ કોપી
બોર્ડનું કહેવુ છે કે, તમામ યુનિવર્સિટીઝ માર્કશિટ અને સર્ટિફિકેટની પ્રિંટેડ કોપીની ડિમાન્ડને બાદમાં પુરા કરી શકાય છે અને વિદ્યાર્થીઓ બાદમાં તેને જમા કરવા માટે કહી છે. પણ આ આધાર પર તેમને એડમિશન માટે ના પાડી શકાય નહીં અને ડિજિલોકર પર મળતી માર્કશિટ અને માઈગ્રેશન સર્ટિફિકેટના બેસિસ પર કેંડિડેટને એડમિશન લેવાની છૂટ આપવામાં આવે છે. થોડા સમય બાદ પ્રિટેંડ કોપી જાહેર કરવામાં આવશે.
ટૂંક સમયમાં જાહેર થશે પ્રિંટેડ સર્ટિફિકેટ
સીબીએસઈ ધોરણ 12મા રિઝલ્ટ 22 જૂલાઈ 2022ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય બોર્ડ થોડા સમયમાં સીબીએસઈ ધોરણ 12ની માર્કશિટ અને માઈગ્રેશન સર્ટિફિકેટની પ્રિન્ટેડ કોપી જાહેર કરશે. ત્યા સુધી ઉંચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ડિજિલોકર પર આપેલી માર્કિશિટ અને ડિજિટલ દસ્તાવેજનો ઉપયોગ કરી શકશે.