cbse date sheet 2020 latest update cbse nic in know more details
સારા સમાચાર /
લોકડાઉન વચ્ચે CBSE ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર, જુલાઈમાં લેવાશે
Team VTV01:59 PM, 18 May 20
| Updated: 02:05 PM, 18 May 20
CBSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તારીખો જાહેર કરી છે. ધોરણ 10 ની પરીક્ષા ફક્ત ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે જ હશે. સવારે 10.30થી 1.30 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે.
CBSE ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર
1થી 15 જુલાઈમાં લેવાશે આ પરીક્ષા
માનવ સંસાધન વિકાસ મંત્રીએ કરી તારીખોની જાહેરાત
દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે ત્યારે દેશની શાળા અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. માર્ચથી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ બોર્ડે જાહેર કર્યું કે 1થી 15 જુલાઈની વચ્ચે પરીક્ષા લેવામાં આવશે. આ યોજના ધોરણ 10ના ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવશે. આ સિવાય બોર્ડે લૉકડાઉનના કારણે અને સમયની સીમાના કારણે ફક્ત મુખ્ય 29 વિષયોની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.
प्रिय विद्याथिर्यों,
आप सभी से #CBSE की 10वीं की बची हुई परीक्षाओं की डेट शीट साझा कर रहा हूँ। ये परीक्षाएं केवल उत्तर पूर्वी दिल्ली के विद्यार्थियों के लिए होंगी।
मैं आप सभी को आगामी परीक्षाओं के लिए हार्दिक शुभकामनाएं देता हूँ।
All the best 👍#StaySafe#StudyWellpic.twitter.com/iEtJ9vgWXX
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020
CBSEના આ 12 વિષયોની લેવાશે પરીક્ષા
CBSE બોર્ડે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ સ્ટડીઝ. જિયોગ્રાફી, હિંદી ઈલેક્ટિવ, હિંદી કોર, હોમ સાયન્સ, સોશ્યિોલોજી, કમ્પ્યૂટર સાયન્સ (જૂનું), કમ્પ્યુટર સાયન્સ (નવું), ઈન્ફોર્મેશન પ્રેક્ટિસ (જૂનું), ઇન્ફોર્મેશન પ્રેક્ટિલ (નવું), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને બાયોટેક્નોલોજી વિષયોની પરીક્ષા બાકી છે.
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020
દેશમાં ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે લેવાશે ધોરણ 10ની પરીક્ષા
ઉત્તર-પૂર્વ દિલ્હીના 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા કેટલાક સેન્ટર પર થઈ શકી ન હતી. આ કારણે આ વિદ્યાર્થીઓ હવે 6 વિષયો હિંદી કોર એ, હિંદી કોર બી, ઈંગ્લિશ કોમન, ઈંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર, સાયન્સ, સોશ્યલ સાયન્સની પરીક્ષા અપાશે.
ઉત્તર પૂર્વી દિલ્હીમાં 12માના આ વિષયોની ફરી થશે પરીક્ષા