મોટા સમાચાર /
CBSE નાં વિદ્યાર્થીઓ માટે મહત્વનાં સમાચાર, પરીક્ષાઓના રિઝલ્ટને લઈને નવી અપડેટ
Team VTV10:48 AM, 16 Feb 22
| Updated: 10:56 AM, 16 Feb 22
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ 10માં અને ધોરણ 12માની ટર્મ-2ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. પણ વિદ્યાર્થીઓને ટર્મ-1 પરીક્ષાના પરિણામની હજૂ રાહ જોઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
સીબીએસઈ ટર્મ 1ની પરીક્ષાના પરિણામો આજે થવાના હતા જાહેર
તાજેતરમાં આવી છે મોટી અપડેટ, જોઈ લો શું છે લેટેસ્ટ અપડેટ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ 10માં અને ધોરણ 12માની ટર્મ-2ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. પણ વિદ્યાર્થીઓને ટર્મ-1 પરીક્ષાના પરિણામની હજૂ રાહ જોઈ રહ્યા છે. આ તમામની વચ્ચે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રિઝલ્ટ 16 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે, પણ આ તમામની વચ્ચે બોર્ડે ના પાડી દીધી છે.
16 ફેબ્રુઆરી નહીં જાહેર થાય ટર્મ-1 રિઝલ્ટ
સીબીએસઈના પ્રવક્તા રમા શર્માએ જણાવ્યું હતું કે, 10માં અઆને 12માંની ટર્મ 1 ની પરીક્ષા પરિણામ 16 ફેબ્રુઆરી જાહેર નહીં થાય. આ અગાઉ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ અઠવાડીયે 10માં અને 12માં ધોરણની પરીક્ષાના રિઝલ્ટ જાહેર થવાની સંભાવના છે. અધિકારીએ કહ્યું હતું કે, આ અઠવાડીયે 10માં અને 12માં ધોરણની ટર્મ-1ના પરિણામ જાહેર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તે પરીક્ષા પરિણામના અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટ ચેક કરતા રહે.
ટૂંક સમયમાં જાહેર થશે પરિણામ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં જ ધોરણ 10 અને 12 ક્લાસના ટર્મ- 1ની રિઝલ્ટ જાહેર કરી દેશે. જો કે, બોર્ડે સત્તાવાર રીતે રિઝલ્ટની તારીખ અને સમય જાહેર કર્યા નથી.
આવી રીતે ચેક કરશો પરિણામ
સીબીએસઈના ક્લાસ 10 અને 12ની ટર્મ -1ની પરીક્ષામાં જોડાયેલ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જઈને ચેક કરી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ cbse.gov.in અને results.digilocker.gov.in પર જઈને પણ ચેક કરી શકશે.
આવી રીતે ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ
ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર જાઓ
સીબીએસઈ ક્લાસ 10 અને 12 ટર્મ- 1ના રિઝલ્ટ 2021 પર ક્લિક કરો
ત્યાર બાદ રોલ નંબર અને અન્ય જરૂરી ક્રેડેંશિયલ નાખો અને સબ્મિટ કરો
લોગિન કર્યા બાદ રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
ત્યાર બાદ રિઝલ્ટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ કાઢી લો
26 એપ્રિલે છે ટર્મ 2ની પરીક્ષાઓ
આ તમામની વચ્ચે સીબીએસઈએ ધોરણ 10 અને 12ની ટર્મ- 2 ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. અને આ બોર્ડની પરીક્ષાઓ 26 એપ્રિલથી શરૂ થશે. સૌથી મહત્વની વાત એ છે કે, બોર્ડ પરીક્ષા ઓફલાીન મોડમાં કરાવામાં આવશે. સીબીએસઈ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં જ બોર્ડ પરીક્ષાની ડેટ શીટ ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરી દેશે.