CBSE clarification on DPS issue: School land cannot be leased to others
લંપટ સાધુ /
DPS મુદ્દે CBSEની સ્પષ્ટતાઃ શાળાની જમીન અન્યને ભાડે ન આપી શકાય, પરમીશન રદ્દ થઈ શકે
Team VTV09:18 AM, 22 Nov 19
| Updated: 09:37 AM, 22 Nov 19
DPS અને નિત્યાનંદ આશ્રમ સાથે ગુજરાતના જ કેટલાક મોટા માથા સંકળાયેલા છે. નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલની સાંઠગાંઠને લઇ હવે CBSE બોર્ડે કાર્યવાહી કરી છે. CBSE બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. DPSના પ્રિન્સિપલ સીધા ઘરે જતા રહેતા DEO કચેરીએ નોટિસ લગાવી દેવાઇ છે. આજ સુધીમાં તમામ દસ્તાવેજ સોંપવા કહેવાયું છે.
DPSની પરમીશન રદ્દ થઈ શકે છે
CBSE ના આદેશનું પાલન કરવુ જરૂરી
મોટા માથા સંકળાયેલા છે શાળા સાથે
સ્કૂલની પરમિશન થઈ શકે છે રદ્દ
CBSEએ દસ્તાવેજ રજૂ કરવા માટે DPSને 7 દિવસનો સમય આપ્યો હતો. ત્યારે મામલાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગે પણ તાત્કાલિક જવાબ માગ્યો છે. અને DEOના ફાઇનલ રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગ CBSEને રિપોર્ટ કરશે.
CBSE પરમીશન રદ્દ થઈ શકે
જો કાયદાનું ઉલ્લ્ંઘન જણાશે તો સ્કૂલની પરમિશન પણ રદ થઇ શકે છે. CBSE બોર્ડના નિયમ મુજબ શિક્ષણ સંસ્થાઓ પોતાની જમીન અન્યને વપરાશ માટે કોઇને સોંપી ન શકે.
હાઈ સોસાયટીના બાળકો ભણે છે DPSમાં
DPS અને મંજૂલા પુજા શ્રોફ નિત્યાનંદના બચાવમાં જોવા મળી રહ્યા છે. સરકાર અને CBSEને પણ સરકાર ગાંઠતી નથી. નોટિસ પછી પણ DPSનો કોઇ જવાબ આવ્યો નથી.
DPSમાં ભણતા બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ છે. DPSમાં ISS-IPSના બાળકો ભણે છે.