બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:26 AM, 7 November 2024
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ડમી સ્કૂલ તરીકે ચાલતી 21 સ્કૂલોની માન્યતા રદ કરી દીધી છે. આ સ્કૂલોમાં દિલ્હીની 16 સ્કૂલો જ્યારે રાજસ્થાનની 5 સ્કૂલોનો સમાવેશ થાય છે. તમામ સ્કૂલો દેશના જુદા જુદા વિસ્તારોના સરનામે ચાલી રહી હતી. સીબીએસઈએ આ તમામ સ્કૂલોની માન્યતા રદ્દ કરી દીધી છે કારણ કે આ તમામ સ્કૂલો કાગળ પર ચાલી રહી હતી.
ADVERTISEMENT
દિલ્હીની આ સ્કૂલોની માન્યતા રદ
ADVERTISEMENT
દિલ્હીની જે સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી, તેમાં દિલ્હીના નરેલા સ્થિત ખેમા દેવી પબ્લિક સ્કૂલ, ધ વિવેકાનંદ સ્કૂલ, ઉપરાંત અલીપુર સ્થિત સંત જ્ઞાનેશ્વર મોડલ સ્કૂલ, સુલતાનપુરી રોડ સ્થિત પીડી મોડલ સેકન્ડરી સ્કૂલ, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં ખંજવાલ સ્થિત સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ, રાજીવ નગર એક્સટેન્શન સ્થિત રાહુલ પબ્લિક સ્કૂલ, પશ્ચિમ દિલ્હીના આવેલી ચંદ્ર વિહારમાં આવેલી ભારતી વિદ્યા નિકેતન પબ્લિક સ્કૂલ, નાંગલોઈમાં આવેલી USM પબ્લિક સેકન્ડરી સ્કૂલ, SGN પબ્લિક સ્કૂલ અને MD મેમોરિયલ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. આ સિવાય બપરોલામાં આવેલી આરડી ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં મદનપુર ડબાસ સ્થિત હીરાલાલ પબ્લિક સ્કૂલ, મુંગેશપુર સ્થિત બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ, રોહિણી સેક્ટર 21 સ્થિત હંસરાજ મોડલ સ્કૂલ, ધનસા રોડ સ્થિત કેઆરડી ઇન્ટરનેશનલ સ્કૂલ અને મુંડકા ખાતે સ્થિત એમઆર ભારતી સિનિયર સેકન્ડરી સ્કૂલ સામેલ છે.
રાજસ્થાનની આ સ્કૂલોની પણ રદ્દ કરાઈ માન્યતા
સીબીએસઈએ દિલ્હીની 16 સ્કૂલો ઉપરાંત રાજસ્થાનની 5 સ્કૂલોની માન્યતા પણ કેન્સલ કરી દીધી છે. તેમાં સીકર સ્થિત વિદ્યા ભારતી પબ્લિક સ્કૂલ, કોટા સ્થિત શિવ જ્યોતિ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, એલબીએસ પબ્લિક સ્કૂલ અને લોર્ડ બુદ્ધ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. એ જ રીતે સીકર સ્થિત પ્રિન્સ હાયર સેકન્ડરી સ્કૂલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લગ્ન અમાન્ય થઈ જાય તો પણ બાળકોનો રહે છે પૂરો અધિકાર', હાઈકોર્ટનો મોટો ચુકાદો
આ કારણોસર કરી કડક કાર્યવાહી
CBSE દ્વારા જે સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગની સ્કૂલો માત્ર કાગળ પર ચાલી રહી હતી. મતલબ કે આ સ્કુલોમાં બાળકોનું એડમિશન તો લેવાતું હતું, પણ તેમના ક્લાસ ચાલતા ન હતા. ન તો સ્કુલોમાં લાયબ્રેરી, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ હતી. કેટલીક સ્કૂલો તો એવી છે કે જે માન્યતાની ઘણી શરતો પણ પૂરી કરતી નહતી. આ પછી પણ, તે CBSE સંલગ્ન સ્કૂલો તરીકે ચલાવવામાં આવી રહી હતી. હવે તપાસ બાદ આ તમામ સ્કૂલોની માન્યતા રદ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંસદનું શિયાળુ સત્ર / 'વન નેશન વન ઇલેક્શન' પર સરકારની પૂરી તૈયારી, સોમવારે લોકસભામાં રજૂ કરાશે બિલ, જાણો વિગત
મહારાષ્ટ્ર વિધાનસભા / 15 ડિસેમ્બરે થશે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ, નાગપુરમાં શપથ લેશે નવા મંત્રી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.