બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cbse borad no third chance for students who have missed two phases of exams

BIG NEWS / CBSEની મોટી જાહેરાત: પ્રથમ અને બીજા તબક્કામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીને નહીં મળે ત્રીજો મોકો

Pravin

Last Updated: 05:04 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત કરવામાં આવેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ જૂનના મધ્ય સુધી ચાલશે. જો કે, હવે એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

  • CBSEના વિદ્યાર્થીઓ માટે જાહેરાત
  • પ્રથમ અને દ્વિતિય તબક્કામાં ગેરહાજર રહેલા માટે મોટા સમાચાર
  • ત્રીજા તબક્કામાં બેસવાની મંજૂરી નહીં મળે

 

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત કરવામાં આવેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ જૂનના મધ્ય સુધી ચાલશે. સ્વાસ્થ્ય એક્સપર્ટનું માનીએ તો, જૂન મહિનામાં કોરોના ચરમ પર રહેશે. આ પરીક્ષાઓ માટે દેશભરમાં લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે આવા સમયે પરીક્ષા કેવી રીતે કરાવી તેના પર CBSEનું કહેવુ છે કે, હાલમાં પરીક્ષાઓ વ્યવસ્થિત રીતે ચાલું રહેશે અને હાલમાં તો કોઈ સમસ્યા નથી. 

વિદ્યાર્થીઓને નહીં મળે ત્રીજો મોકો

તો વળી એક મહત્વનો પ્રશ્ન એ છે કે, આવા વિદ્યાર્થીઓનું શું થશે, જે બીજા તબક્કાની પરીક્ષામાં હાજર રહી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર થશે જે પહેલા તબક્કામા આવી શક્યા નથીા. CBSEના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થી ન તો પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષા નથી આપી, આ વિદ્યાર્થીઓને હવે ત્રીજા તબક્કામાં બેસવા દેવામા આવશે ન હીં. આવા વિદ્યાર્થીઓને ફરીથી ક્લાસ રિપીટ કરવો પડશે. આ વિદ્યાર્થી ફક્ત આગામી વર્ષએ આયોજીત થનારી CBSE બોર્ડની પરીક્ષામાં બેસી શકશે. આ વિદ્યાર્થીઓને આ વર્ષે કંપાર્ટમેંટ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

બે તબક્કામાં થઈ રહી છે CBSEની પરીક્ષા


અહીં ઉલ્લેખનીય છે કે, CBSE આ વર્ષે બોર્ડની પરીક્ષા બે અલગ અલગ તબક્કામાં લઈ રહ્યું છે. આ પરીક્ષાનો બીજો તબક્કો છે. પ્રથમ તબક્કો ગત વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન આયોજીત કરવામાં આવ્યો છે. અહીં બોર્ડ પરીક્ષા ઓફલાઈન મોડમાં આયોજીત થઈ રહી છે. CBSEના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા એક શિફ્ટમાં કરવાનું વિચારી રહી છે. CBSEએ 50 ટકા સિલેબસ માટે આ પરીક્ષાઓ આયોજીત કરી રહ્યું છે. બાકીના 50 ટકા સિલેબસ માટે પરીક્ષાઓ ગત વર્ષે આયોજીત થઈ ચુકી છે. 

કંપાર્ટમેંટ અને રિઝલ્ટ માટે બનાવી ગાઈડલાઈન


CBSEએ બોર્ડ પરીક્ષાઓ માટે કંપાર્ટમેંટ પરીક્ષા પાત્રતા અને રિઝલ્ટ સંબંધી ગાઈડલાઈન બનાવી છે. જો કે, કોઈ વિદ્યાર્થઈ કોઈ તબક્કાની પુરેપુરી આપી ચુક્યા છે અને કોરોના કારણે બીજા તબક્કાની પરીક્ષા આપી શક્યા નથી, આવા વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. CBSEના જણાવ્યા અનુસાર આવા વિદ્યાર્થીઓ માટે વિકલ્પ હશે અને તેને એસેંશિયલ રિપીટની કેટેગીમાં નહીં રાખવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

CBSE CBSE Board Exam Exam બોર્ડ પરીક્ષા વિદ્યાર્થી સીબીએસઈ CBSE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ