BIG BREAKING /
CBSE અને ICSEની બોર્ડની પરીક્ષા ઓફલાઈન જ થશે, સુપ્રીમ કોર્ટે કહી આ મોટી વાત
Team VTV03:09 PM, 23 Feb 22
| Updated: 03:12 PM, 23 Feb 22
CBSE અને ICSEની બોર્ડની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતા કહ્યું કે પરીક્ષા ઓફલાઈન જ લેવામાં આવશે. સાથેજ સુપ્રીમકોર્ટે એવું પણ કહ્યું કે આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થાય છે.
CBSE અને ICSE બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવાશે
સુપ્રીમ કોર્ટે કરી અરજદારની અરજી કરી રદ
કહ્યું આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થાય છે
ટૂંક સમયમાં હવે બોર્ડની 10માં અને 12ની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે CBSE અને ICSE બોર્ડની પરીક્ષા મામલે અરજી કરવામાં આવી હતી જે અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. સાથેજ કોર્ટે આ અરજી રદ કરીને એવું કીધું છે કે આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થતો હોય છે.
અરજદારે કોરોનાનું કારણ આપ્યુ હતું
અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોરોનાના કારણે આ વખતે બાળકોએ ઓનલાઈન અભ્યાસ કર્યો છે. હજુ પણ કોરોનાનો ખતરો સમાપ્ત નથી થયો જેથી બાળકોનું મૂલ્યાંકન કરવા માટે કોઈ બીજો રસ્તો કાઢવો જોઈએ.
ઓફલાઈન પરીક્ષા લેવાશે
સમગ્ર મામલે સુ્પ્રીમ કોર્ટ દ્વારા એવું સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે સંસ્થાઓ દ્વારા તેમનું કામ કરવામાં આવી રહ્યું છે. આવી અરજી પર સુનાવણી કરવા માટે કોઈ કારણ નથી બની રહ્યું. સાથેજ કોર્ટે એવું પણ કહ્યું કે આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થતો હોય છે. જેથી હવે CBSE અને ICSE બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે તે સ્પષ્ટ છે.
આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થાય છે: સુપ્રીમ કોર્ટ
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે આ વર્ષે બાળકોએ ઓનલાઈન અભ્યાસ કર્યો હતો. જેથી અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી . જેથી બાળકોની પરીક્ષા લેવા માટે કોઈ અન્ય રસ્તો કાઢવામાં આવે. જોકે સુપ્રીમકોર્ટ દ્વારા આ અરજીને રદ કરી દેવામાં આવી છે. સાથેજ એવું પણ કહેવામાં આવ્યું છે આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થતો હોય છે.