CBSEનું કહેવું છે કે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સમયસર જ આવી શકે છે. આ નવા ટાઈમટેબલને CBSE પોતાની અધિકૃત વેબસાઈટ પર અપલોડ કરશે.
CBSEની જાહેરાત
ધો. 10 અને ધો.12 ના પરિણામો ગયા વર્ષની જેમ સમયસર આવશે
CBSE વેબસાઈટ પર અપલોડ કરશે ટાઈમટેબલ
CBSE બોર્ડની પરીક્ષાઓની નકલોનું મૂલ્યાંકન લૉકડાઉન સમાપ્ત થયાના ચાર દિવસ પછી શરૂ થશે. આ સાથે બોર્ડની બાકીની પરીક્ષાઓ લેવામાં આવશે. સીબીએસઇ બોર્ડની પરીક્ષાનું બાકી રહેલા પેપરની તારીખ પત્રક તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરશે. સીબીએસઇનું કહેવું છે કે 10 અને 12 ના પરિણામો હજી પણ ગયા વર્ષની જેમ સમયસર આવી શકે છે.
લૉકડાઉન પછી નક્કી થશે નવી તારીખ
સીબીએસઈ પરીક્ષાના નિયંત્રક ડો. શ્યામ ભારદ્વાજે જણાવ્યું હતું કે બુધવારે સીબીએસઈના શાળાના આચાર્યો સાથે ઓનલાઇન બેઠક મળી હતી. તેમણે કહ્યું કે અમે આ મામલે HRD મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. લૉકડાઉન ખુલ્યા પછી જ, અમે બાકીના પેપર્સની પરીક્ષા માટે નવી તારીખપત્રક રજૂ કરીશું. મિટિંગમા આ બાબતો પર થઈ હતી ચર્ચા.
લૉકડાઉન પૂરું થયાના 4 દિવસ બાદ પેપર તપાસવાનું શરૂ કરાશે.
CBSE બાકી રહી ગયેલા પેપરની પરીક્ષા યોજશે.
નવી ડેટ શીટ 2020 એમએતઆરડીની મંજૂરી બાદ જાહેર કરાશે.
રવિવારે પણ યોજાઈ શકે છે પરીક્ષા.
પરીક્ષા સમયે એક વર્ગમાં 10 જ વિદ્યાર્થીઓ હાજર રહેશે.
ઓનલાઈન પરીક્ષામાં 75 ટકા હાજરી અનિવાર્ય રહેશે.
CBSE સ્કૂલ 1થી 8 ધોરણના સિલેબસને ટ્રીમ કરી શકે છે.