CBSE ધોરણ-12નું પરિણામ જાહેર થયું છે, ઉલ્લેખનીય છે કે, CBSE બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા.
આ રીતે વિદ્યાર્થી કરી શકશે ચેક
- સૌ પ્રથમ સીબીએસઈની ઑફિશિયલ વેબસાઇટ,cbseresults.nic.in, cbse.gov.in પર જાઓ
- પરીણામ ટેબ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે
- CBSE EXAM RESULT સીબીએસઇ ધોરણ 10 ના પરિણામ અને સીબીએસઇ ધોરણ 12 ના પરિણામની લિંક પર ક્લિક કરો.
તમારો રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો. સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
- તમારું પરિણામ તમે સ્ક્રીન પર જોઈ શક્શો. પરિણામને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે સાચવીને રાખો.
30:30:40ની ફોર્મ્યૂલાના આધારે જાહેર કરાયું પરિણામ
કેન્દ્ર સરકારે કોરોનાવાયરસના પ્રકોપને કારણે CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યા બાદ વૈકલ્પિક માર્કિંગ યોજનાના આધારે સિનિયર સેકેન્ડરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત CBSE 12 નું પરિણામ ફોર્મ્યુલા 30:30:40 ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 10 માં ટોચના 3 વિષયોને 30 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે, 11 મા ફાઇનલ માર્ક્સ માટે 30 ટકા વેઇટેજ અને યુનિટ ટેસ્ટ અને 12 ના પ્રાયોગિક નંબરોને 40 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે. તેના આધારે આજે CBSE 12 ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
CBSC ધોરણ 12ના 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
13 સભ્યોની સમિતિ દ્વારા મૂલ્યાંકન નીતિ આધારે પરિણામ નક્કી થયું
ધોરણ 10ના 30 ટકા માર્કસ, ધોરણ 11ના 30 ટકા માર્કસનો લેવાયો આધાર
ધોરણ 12ની એકમ કસોટીઓના 40 ટકા માર્કસને આધાર તરીકે લેવાયો
CBSEની વૈકલ્પિક પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે લેવાશે
CBSE ઓપ્શનલ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે
CBSE ધોરણ 12 ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ વૈકલ્પિક પરીક્ષા આપી શકે છે. શિક્ષણ બોર્ડ દ્વારા વૈકલ્પિક પરીક્ષાની તારીખ 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે. સીબીએસઈના 12 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે, ટૂંક સમયમાં વૈકલ્પિક પરીક્ષાઓની નોંધણી માટેની અરજી વિંડો ખુલી જશે.