રાજ્યમાં આજથી CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દેશભરની 33 હજાર 517 શાળાઓમાં 10 હજાર 359 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.
CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ
QR કોડના આધારે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ
દેશભરના 30 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન
CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની આજથી શરૂઆત થઈ છે. CBSE બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં QR કોડના આધારે પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે દેશભરમાં 30 લાખ 96 હજાર 771 પરીક્ષાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
પેપર લીક અને કોપી કેસની સમસ્યાને લઈને બોર્ડ સજ્જ છે. પરીક્ષાખંડની સામગ્રીની ઈમેજ કેન્દ્ર અધિક્ષકને ટેગ કરવી પડશે. બોર્ડ દ્વારા ઈન્ક્રીપ્ટેડ પ્રશ્નોની સંખ્યાને 19થી વધારીને 50 કરાઈ છે. આ સાથે જ સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
લેબ, પરીક્ષક અને પરિક્ષાર્થીઓના ફોટોની પણ વ્યવસ્થા કરાઈ છે. દેશભરની 33 હજાર 515 શાળાઓમાં 10 હજાર 359 કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. રીયલ ટાઈમ ડેટા માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડની શાળાઓમાં એપ્રિલ 2020થી નવા સત્રનો આરંભ કરવા મુદ્દે શિક્ષણ જગતમાં નારાજગી જોવા મળી હતી. શિક્ષણ વિભાગે રાજ્યમાં CBSE પેટર્નના આધારે વેકેશન આપવાનો નિર્ણય લીધો હતો.