બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / CBI will investigate 'Manipur violence' if weapons are found

Manipur Violence / 'હથિયાર મળ્યાં તો ખેર નહીં, 'મણિપુર હિંસા' પર કરશે CBI તપાસ', ગૃહમંત્રી અમિત શાહની ખુલ્લી ચેતવણી

Priyakant

Last Updated: 01:06 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manipur Violence Amit Shah Statement News: મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત, હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ વાળું ન્યાયિક પંચ કરશે મણિપુર હિંસાની તપાસ

  • મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં
  • મણિપુર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત 
  • હવે ન્યાયિક પંચ મણિપુર હિંસાની તપાસ કરશે
  • ન્યાયિક પંચનું નેતૃત્વ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કરશે
  • હિંસામાં જીવ ગુમાવનારા પીડિત પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય 

મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, હવે ન્યાયિક પંચ મણિપુર હિંસાની તપાસ કરશે. આ પંચનું નેતૃત્વ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કરશે. આ સિવાય CBI હિંસા સંબંધિત છ કેસની તપાસ કરશે. આ સાથે કહ્યું કે, હિંસામાં જીવ ગુમાવનારા પીડિત પરિવારને સરકાર દ્વારા 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.  

શું કહ્યું અમિત શાહે ? 
મણિપુર પ્રવાસના છેલ્લા દિવસે ઈમ્ફાલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું કે, ગેરસમજના કારણે હિંસા થઈ. રાજ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં વિકાસના ઘણા કામો પણ થયા છે. જ્યારથી મણિપુરમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી તે હિંસા મુક્ત તરફ આગળ વધી રહ્યું છે. હિંસામાં જેણે પોતાનો જીવ ગુમાવ્યો તે દુઃખદ છે. છેલ્લા ત્રણ દિવસમાં હું વિવિધ વિસ્તારોમાં ગયો છું અને નાગરિકોને મળ્યો છું.

ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોને પૂર્ણ કર્યા
અમિત શાહે કહ્યું કે, મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોને પૂર્ણ કર્યા છે. 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના ઉતાવળા નિર્ણયને કારણે અહીં બે જૂથો વચ્ચે જાતિય હિંસા અને હિંસા શરૂ થઈ ગઈ હતી. મારી અપીલ છે કે જેમની પાસે શસ્ત્રો છે તેઓ તેને સોંપી દે. આવતીકાલથી પોલીસ સમગ્ર મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરશે.

15 પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આગામી બે-ત્રણ દિવસમાં રેલ સેવા પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 15 પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે. સરકાર દ્વારા રાશનના વિતરણ માટે એક અલગ કેમ્પ લગાવવામાં આવશે.

પરીક્ષાઓને લઈ પણ આપ્યું મોટું નિવેદન 
અમિત શાહે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ અહીં પહોંચી ગઈ છે. આ ઉપરાંત લોકોને રાશન કાર્ડ દ્વારા અનાજ પણ આપવામાં આવશે. તબીબી સુવિધાઓ માટે 8 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. 

હિંસા કરનારાઓને બક્ષવામાં આવશે નહીં: અમિત શાહ 
અમિત શાહે  હિંસા આચરનારાઓને ચેતવણી આપતાં કહ્યું કે, આવા લોકોને બક્ષવામાં આવશે નહીં. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ શાંતિ જાળવવી જોઈએ. તમામ લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મેડિકલ હોય કે રાશન સપ્લાય, સરકાર બધા માટે પગલાં લઈ રહી છે.

11 રાજકીય પક્ષો સાથે શાહની બેઠક 
અમિત શાહે મણિપુર પ્રવાસ દરમિયાન કુલ 11 રાજકીય પક્ષો અને ખેલાડીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે હંગામી શિબિરોની મુલાકાત લીધી હતી. આ સાથે નાગરિકોના પ્રતિનિધિમંડળ અને કેબિનેટ મંત્રીઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. તેમણે શાંતિ સ્થાપવા માટે મહિલા પ્રતિનિધિઓ અને બૌદ્ધિકો સાથે પણ ચર્ચા કરી હતી.

શાહની SoO ગ્રુપને ચેતવણી 
મીડિયા સાથે વાત કરતી વખતે અમિત શાહે SoO જૂથને ચેતવણી પણ આપી હતી કે, સંધિના કોઈપણ ઉલ્લંઘનને સખત રીતે ઓળખવામાં આવશે. જો આવું થાય તો તેને કરારનો ભંગ ગણવામાં આવશે. તેમણે કહ્યું કે, જે પણ કરારો થયા છે, તેમની શરતોનું પાલન કરવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

CBI તપાસ Manipur Violence Manipur Violence Amit Shah Statement amit shah statement અમિત શાહ મણિપુર હિંસા Manipur Violence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ