બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેપર લીકની તપાસ માટે પહોંચેલી CBI ટીમ પર હુમલો, અધિકારીઓને માર્યાં, ગાડીઓમાં તોડફોડ

NET પેપર ગોટાળા / પેપર લીકની તપાસ માટે પહોંચેલી CBI ટીમ પર હુમલો, અધિકારીઓને માર્યાં, ગાડીઓમાં તોડફોડ

Last Updated: 06:55 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુજીસી નેટ પેપર લીકની તપાસ કરવા માટે બિહાર પહોંચેલી સીબીઆઈની ટીમ પર હુમલો થયો હતો.

UGC NET પરીક્ષામાં થયેલા ગોટાળાની તપાસ ધમધોકાર ચાલુ થઈ છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે જે અંતર્ગત ટીમ રવિવારે બિહાર પહોંચી હતી પરંતુ ત્યાં એક અસહજ સ્થિતિ ઊભી થશે તેવી સીબીઆઈ ટીમે કલ્પના નહીં કરી હોય.

નકલી સીબીઆઈની ટીમને શંકાએ હુમલો

UGC NET પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરવા માટે, CBIની ટીમ આજે બિહારના નવાદા જિલ્લાના કાસિયાદીહ ગામમાં પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ તેમના પર હુમલો કર્યો હતો. ગ્રામજનોને શંકા હતી કે સીબીઆઈની ટીમ નકલી છે અને તેથી તેમના પર હુમલો કર્યો અને તેમના વાહનોના કાચ તોડી નાખ્યા.

વધુ વાંચો : છેલ્લો આશરો ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં અરવિંદ કેજરીવાલ, જામીન માટે અરજી કરી

પોલીસે ચાર સીબીઆઈ અધિકારીઓને બચાવ્યાં

ઘટનાના સમાચાર મળ્યા બાદ રાજૌલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ચાર સીબીઆઈ અધિકારીઓને સુરક્ષિત બચાવી લીધા. આ ઘટનામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં લગભગ 200 અજાણ્યા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bihar CBI team attack UGC NET leak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ