સિસોદિયાએ ટ્વીટ કરી; CBIએ મને પૂછપરછ માટે બોલાવ્યો
દિલ્હીની આબકારી પોલિસીમાં કથિત કૌભાંડમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાના સમન્સ પર મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલે કહ્યું કે, જેલની દિવાલો અને જેલના સળિયા તેમજ ફાંસીના માચડા પણ ભગતસિંહના મક્કમ નિર્ધારને હલાવી શક્યા નહી. તેમણે કહ્યું કે, આઝાદીની આ બીજી લડાઈ છે જેમાં મનિષ અને સત્યેન્દ્ર આજના સમયના ભગતસિંહ છે. તેમણે જણાવ્યું કે, 75 વર્ષ પછી દેશને એક એવો શિક્ષણ મંત્રી મળ્યો છે જેણે ગરીબોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાનું અને ઉજ્જવળ ભવિષ્યની આશાઓ જગાવી છે. તેમણે વધુમાં કહ્યું કરોડો ગરીબોની પ્રાર્થના તમારી સાથે છે. જેલ અને ફાંસીનો માચડો પણ ભગતસિંહના ઉંચા ઈરાદાઓને રોકી શક્યો નહિ તેમ આઝાદીની આ બીજી લડાઈમાં મનિષ અને સત્યેન્દ્ર આજના સમયના ભગતસિંહ છે.
जेल की सलाख़ें और फाँसी का फंदा भगत सिंह के बुलंद इरादों को डिगा नहीं पाये
ये आज़ादी की दूसरी लड़ाई है।मनीष और सत्येंद्र आज के भगत सिंह है
75 साल बाद देश को एक शिक्षा मंत्री मिला जिसने ग़रीबों को अच्छी शिक्षा देकर सुनहरे भविष्य की उम्मीद दी
મનિષ સિસોદિયાની ટ્વીટ
મનિષ સિસોદિયએ CBIએ પૂછપરછ માટે બોલાવ્યા હોવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યુ છે કે મારા ઘરે 14 કલાક સીબીઆઈનો સર્ચ ચાલ્યું છે પરંતુ તેમને કંઈજ મળ્યો નથી. મારા બેંક લોકરની તપાસ કરી પણ ત્યા પણ કઈ હાથે લાગ્યું નથી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, તેઓને મારા ગામમાં પણ કંઈ જ મળ્યું નથી. હવે તેઓએ મને આવતી કાલે સવારે 11 વાગ્યે CBIના હેડક્વાર્ટરે બોલાવ્યો છે, હું જઈશ અને સંપૂર્ણ સહકાર આપીશ અંતે લખ્યું છે સત્યમેવ જયતે.
मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला.
अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा.
ત્રણ લોકોની ધરપકડ કરાઈ
દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી પર એક્સાઇઝ પોલિસીમાં થયેલો કથિત કૌભાંડનો આરોપ છે. સીબીઆઈ ઉપરાંત વર્તમાન નિદેશાલય પણ આ બાબતે કાર્યવાહી કરી રહ્યું છે. અત્યાર સુધી કેટાલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે તો કેટલીક જગ્યા પર તપાસ પણ હાથ ધરવામાં આવ્યું છે. પરંતું આમ આદમી પાર્ટીએ તમામ આરોપોને ફગાવી દીધા છે અને આ તમામ પ્રકારની કાર્યવાહીને કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ ગણાવી રહ્યા છે. દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં ભ્રષ્ટાચારના કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિજય નાયર, સમીર મહેન્દ્ર અને અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરવામાં આવી છે.