બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:50 AM, 16 August 2024
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરના રેપ-મર્ડરનો મામલો વિસ્ફોટક બન્યો છે. હાઈકોર્ટના આદેશ પર તપાસ સંભાળ્યાં બાદ સીબીઆઈએ જોરદાર એક્શનમાં આવી છે અને કોલકાતાની મેડિકલ કોલેજમાં ધામા નાખ્યાં છે અને તપાસના ભાગરુપે લેડી ડોક્ટરનું પોસ્ટ મોર્ટમ કરનાર 3 ડોક્ટરોની પૂછપરછ કરી છે અને કેટલાકને પૂછપરછની નોટીસ પાઠવી છે. સીબીઆઈએ ક્રાઈમ સીન પર પણ તપાસ શરુ કરી છે.
ADVERTISEMENT
"I stand with victim's family:" Hrithik on trainee doctor's rape-murder case in Kolkata
— ANI Digital (@ani_digital) August 15, 2024
Read@ANI story | https://t.co/XiPt9gtXhH#HrithikRoshan #Kolkata #Kolkatarapecase pic.twitter.com/bwU5VbRioH
તોડફોડ કેસમાં 12 લોકોની ધરપકડ
ADVERTISEMENT
મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં તોડફોડ કરનારા 12 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. લેડી ડોક્ટરના રેપ અને મર્ડરના વિરોધમા બુધવારે અડધી રાતે મોટું વોર્ડમાં ઘુસી ગયું હતું અને ભારે તોડફોડ મચાવી હતી.
#kolkatahorror #KolkataDoctorDeath
— Harmeet Kaur K (@iamharmeetK) August 13, 2024
#RGKarMedicalCollegeHospital brutal rape and murder of female resident doctor
CBI will take over the case at 10 am and
Here’s the condition of Chest Medicine department of RGKar Medical college (where the victim was a trainee and found dead… pic.twitter.com/58d3ybKaa9
વધુ વાંચો : મોટા સમાચાર ! આવતીકાલથી ડોક્ટરોની દેશવ્યાપી હડતાળનું એલાન, હવે આરપારની લડાઈ
મેડિકલ કોલેજમાં શું બન્યું હતું
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટની સવારે 31 વર્ષીય લેડી ડોક્ટરની સેમી ન્યૂડ ડેડબોડી મળી આવ્યાં હતી. ડોક્ટરના આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાયું હતું. સિવિલ વોલિન્ટીયર સંજય રોયે તેની પર જધન્ય રેપ કરીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આરોપીએ પીડિતાનું મોં દબાવી રાખ્યું હતું અને તેનું માથું જમીન પર સતત પછાડ્યું હતું અત્યંત ક્રૂર રીતે તેની સાથે રેપ અને મર્ડર કર્યું હતું. આ હત્યાકાંડે સમગ્ર બંગાળને હચમચાવી નાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.