CBI special court shakes Atiq Ahmed before hearing in Prayagraj court, know what is the whole case
BIG NEWS /
પ્રયાગરાજ કોર્ટમાં સુનાવણી પહેલા અતીક અહેમદને CBIની સ્પેશિયલ કોર્ટે આપ્યો ઝટકો, જાણો શું છે સમગ્ર કેસ
Team VTV11:48 AM, 28 Mar 23
| Updated: 12:47 PM, 28 Mar 23
એક પ્રોપર્ટી ડીલર પાસેથી ખંડણી, હુમલો અને અપહરણના કેસમાં અતીક અહેમદ અને તેમના પુત્ર ઉમર અહેમદને CBIની એક વિશેષ કોર્ટે દોષિત ઠેરવ્યા
અતીક અહેમદને CBIની સ્પેશિયલ કોર્ટે આપ્યો ઝટકો
અતીક અહેમદ અને તેમના પુત્ર ઉમર અહેમદને દોષિત ઠેરવ્યા
CBIની એક વિશેષ કોર્ટે સોમવારે એક પ્રોપર્ટી ડીલર પાસેથી ખંડણી, હુમલો અને અપહરણના કેસમાં અતીક અહેમદ અને તેમના પુત્ર ઉમર અહેમદને દોષિત ઠેરવ્યા હતા. જણાવી દઈએ કે આરોપ મુક્ત કરવાની માંગ કરતી અરજી કોર્ટ દ્વારા બરતરફ કરવામાં આવી છે અને આ મામલે સોમવારે કોર્ટનો નિર્ણય આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે વિશેષ સીબીઆઈ કોર્ટના જજ અજય વિક્રમ સિંહે સોમવારે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે અતીક અને અન્ય આરોપીઓ સામે 7 એપ્રિલનું સમન્સ પાઠવ્યું છે આ સાથે જ કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે કે જેલમાં બંધ તમામ આરોપીઓને નિયત તારીખે રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવે.
વર્ષ 2018નો છે આ મામલો
જણાવી દઈએ કે 2018માં લખનૌના વેપારી મોહિત જયસ્વાલનું અપહરણ કરીને તેને દેવરિયા જેલમાં લઈ જવા બદલ અતિક સામે મારપીટ અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. અતીક અહેમદની હાજરીમાં જયસ્વાલને જેલમાં ધકેલી દેવામાં આવી હતી અને એ બાદ તેને તેની જ ચાર કંપનીઓમાંથી રાજીનામું આપવાની અને તેની સંપત્તિ અતિકને સોંપવાની ફરજ પડી હતી.
17 વર્ષ જુના કેસમાં આજે આવશે ચુકાદો
17 વર્ષ જુના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ મામલામાં બાહુબલી અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી છે. આ રહેલા સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા.
તેના ઉપરાંત એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યા. ત્રણેયને નૈની જેલમાં કડક દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યે નૈની જેલથી ત્રણ આરોપીઓને કોર્ટથી લાવવામાં આવ્યા છે.
અતીત અને અશરફને સાથે લઈ જશે શકે છે પોલીસ
પોલીસ અતીત અહમદ અને અશરફને સાથે લઈ જઈ શકે છે. જે સમય પોલીસ બન્નેને લઈને કોર્ટ નિકળશે, ત્યારે એક સાઈડનો ટ્રાફિક રોકતા કાફલો આગળ વધશે. આ સમયે ભારે સંખ્યામાં પોલીસ અને પીએસી બળ સાથે હશે.
PRV112 વેનમાં લગેલા કેમેરા અને શહેરમાં લગેલા દરેક ટ્રાફિક કેમેરાથી નજર રાખવામાં આવશે. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક એલર્ટ મોડ પર રહેશે. સુરક્ષા કડક રાખવામાં આવશે. કોર્ટ પરિષર છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
આ કેસમાં 11 આરોપી
અતીક અહમદ ઉપરાંત કેસમાં અશરફ, દિનેશ પાસી, અંસારા અહમદ ઉર્ફ અંસારા બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને અઝાઝ અખ્તર આરોપી છે. આ આરોપી અંસાર અહમદની મોત થઈ ચુકી છે. અતીક અહમદ અશરફ અને ફરહાન જેલમાં છે. બાકી આરોપી જામીન પર છે.