બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને ક્લીનચીટ, CBIએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ

અપડેટ / સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને ક્લીનચીટ, CBIએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ

Last Updated: 11:47 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sushant Singh Rajput Case : સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું વાસ્તવિક કારણ...... જાણો અહીં

Sushant Singh Rajput Case : સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. શનિવારે (22 માર્ચ, 2025) સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવો લાગતો હતો, પરંતુ બાદમાં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

CBI રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું?

  • સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી કોઈએ તેને આવું કરવા માટે દબાણ કર્યું નહીં.
  • રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ મળી.
  • કોઈ ગુનાહિત એંગલ કે 'ફાઉલ પ્લે' (ષડયંત્ર) મળ્યું નથી.
  • એઈમ્સ ફોરેન્સિક ટીમે હત્યાની શક્યતાને પણ નકારી કાઢી હતી.
  • સોશિયલ મીડિયા ચેટ્સ તપાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા; છેડછાડના કોઈ પુરાવા મળ્યા નથી.

પરિવારના આરોપો અને કાનૂની વિવાદો

નોંધનિય છે કે, સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ પટનામાં FIR નોંધાવી હતી, જેમાં તેમના પર આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી, ચોરી અને ગેરકાયદેસર રીતે કેદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આના કારણે બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે અધિકારક્ષેત્ર અંગે વિવાદ થયો. બિહાર સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે આ કેસમાં સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. જે પછી ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનો અધિકાર આપ્યો.

AIIMS ફોરેન્સિક રિપોર્ટનો નિષ્કર્ષ

AIIMS ફોરેન્સિક નિષ્ણાતોએ ઝેર અને ગળું દબાવવાની શક્યતાઓને નકારી કાઢી હતી; આ રિપોર્ટના આધારે, CBI એ તેની તપાસ પૂર્ણ કરી. હવે કોર્ટ નક્કી કરશે કે, સીબીઆઈ રિપોર્ટ સ્વીકારવો જોઈએ કે વધુ તપાસ કરવી જોઈએ.

વધુ વાંચો : 'તમારી પત્નીને કેવું લાગશે?' ન્યૂડ સીન આપતા પહેલા એક્ટ્રેસ 22 વર્ષ મોટા અભિનેતાને પૂછ્યો સવાલ

શું સુશાંતના પરિવાર પાસે કોઈ કાનૂની વિકલ્પ છે?

વાસ્તવમાં સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ ફાઇલ થયા પછી સુશાંતના પરિવાર પાસે મુંબઈ કોર્ટમાં વિરોધ અરજી દાખલ કરવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. જો પરિવારને CBI રિપોર્ટ પર શંકા હોય તો તેઓ કોર્ટમાં અપીલ પણ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AIIMS forensic team Sushant Singh Rajput case, closure report
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ