cbi ex special director rakesh asthana given clean chit by cbi special court in corruption case
CBI vs CBI /
મોદીના અંગત મનાતા ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર કેસમાં ક્લીનચીટ, જાણો શું છે કેસ
Team VTV08:05 PM, 07 Mar 20
| Updated: 08:11 PM, 07 Mar 20
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓમાં મોદીની ગુડ બુકમાં ગણાતા રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ કોર્ટે ક્લીનચીટ આપી છે. રાકેશ અસ્થાના સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર પણ છે.
રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ કોર્ટે ક્લીનચીટ આપી
સીબીઆઇએ રાકેશ અસ્થાનાની ઓક્ટોબર 2018માં ધરપકડ કરી હતી
રાકેશ અસ્થાનાએ પોતાની વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ આરોપોને ખોટા ગણાવ્યા હતા
સીબીઆઇ (CBI) ની વિશેષ કોર્ટે શનિવારે એજન્સીના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દર કુમારને ક્લીનચીટ આપવાની અરજી સ્વીકાર કરી લીધી છે. સીબીઆઈની તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટ પર સહમતિ આપતા સ્પેશિયલ જજ સંજીવ અગ્રવાલે કહ્યું કે અસ્થાના અને કુમારની વિરુદ્ધ આગળની કાર્યવાહી માટે પુરાવા નથી. જો આગળ તપાસમાં નવા તથ્યો સામે આવે છે તો અમે મામલાને જોઇશું. સીબીઆઇએ ચાર્જશીટમાં અસ્થાના અને અન્ય આરોપીઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા ન મળવાની વાત કહી હતી.
શું હતો મામલો?
રાકેશ અસ્થાનાએ પોતાની વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ આરોપોને ખોટા ગણાવ્યા હતા. સીબીઆઇએ અસ્થાનાની ઓક્ટોબર 2018માં ધરપકડ કરી હતી. એક દિવસ બાદ જ સીબીઆઇએ દુબઇ રહેનારા મનોજ પ્રસાદ અને ત્યારબાદ દેવેન્દર કુમારને પણ કસ્ટડીમાં લીધો હતો. આરોપ હતો કે જ્યારે અસ્થાના મીટ વેપારી મોઇન કુરૈશીની વિરુદ્ધ એક મામલાની તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓને હૈદરાબાદના વેપારી સતીશ સાનાથી 10 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.
સીબીઆઇએ સાનાની ફરિયાદ પર તેમની વિરુદ્ધ મામલો નોંધ્યો હતો. સાનાનું કહેવું હતું કે તેણે ડિસેમ્બર 2017થી લઇને 10 મહીનામાં અસ્થાનાને લાંચ આપી હતી. સીબીઆઇએ 11 ફેબ્રુઆરી 2020એ આ મામલામાં મનોજ પ્રસાદની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ ચાર્જશીટને સ્વીકાર કરતા રાકેશ અસ્થાનાને ક્લીનચીટ આપી.