બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ મામલે CBI ની એન્ટ્રી, મહાદેવ બેટિંગ એપનો છે કેસ

સવારે દરોડા / છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ મામલે CBI ની એન્ટ્રી, મહાદેવ બેટિંગ એપનો છે કેસ

Last Updated: 09:11 AM, 26 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલી વધતી જઇ રહી છે. સીબીઆઇએ બુધવારે પૂર્વ સીએમ બધેલના આવાસ પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીની ટીમોએ રાયપુર અને ભિલાઇમાં બધેલના આવાસ પર દરોડા પાડ્યા હતા.

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઇએ બુધવારે પૂર્વ સીએમ બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીની ટીમોએ રાયપુર અને ભિલાઇમાં બઘેલના આવાસની સાથે સાથે એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને પૂર્વ મુખ્યમંત્રીના એક નજીકના વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા. કયા મામલે તપાસ ચાલી રહી છે તે અંગે અધિકારીઓ દ્વારા કોઇ અધિકારીક નિવેદન આપ્યું નથી.

દારૂ અને મહાદેવ એપ મામલે દરોડા

હાલમાં જ પ્રવર્તન નિર્દેશાલયે કથિત દારૂ ગોટાળા મામલે બધેલના આવાસ પર દરોડા પાડ્યા હતા. 10 માર્ચે ઇડીએ કથિત દારૂ ગોટાળા મામલે તેના પુત્ર વિરુદ્ધ ધનશોધન તપાસ હેઠળ દુર્ગ જિલ્લાના ભિલાઇ શહેરમાં ભૂપેશ બધેલના ઘરે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત ચૈતન્યના કથિત નજીકના સહયોગી લક્ષ્મી નારાયણ બંસલ ઉર્ફે પપ્પુ બંસલ સહિત 13 અને સ્થળો પર પણ પીએમએલએના પ્રાવધાનો અંતર્ગત દરોડા પાડ્યા હતા.

વહેલી સવારે જ સીબીઆઇએ પાડ્યા દરોડા

છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઇમાં સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે. એજન્સીના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના આવાસ પર દરોડા પાડ્યા છે. મહાદેવ બેટિંગ એપ મામલે બધેલના ઘર સહિત અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ઇડી બાદ સીબીઆઇએ પણ મહાદેવ બેટિંગ એપ મામલે એન્ટ્રી કરી છે. આ મામલે હજારો કરોડની ઠગાઇ કરવામાં આવી હતી. સીબીઆઇના અધિકારીઓએ વહેલી સવારે ભિલાઇ અને રાયપુર ખાતે વિવિધ સ્થળો પર પહોચી હતી. મળતી માહિતી અનુસાર સીબીઆઇની ટીમ મહાદેવ બેટિંગ એપ મામલે દરોડા પાડવા પહોંચી હતી. પહેલા ઇડીની ટીમે પણ દરોડા પાડ્યા હતા.

બધેલે કહ્યું AICC ની મીટિંગ થાય તે પહેલા દરોડા

ભુપેશ બધેલના કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, હવે સીબીઆઇ આવી છે. આગામી 8થી 9 એપ્રીલે અમદાવાદમાં થનારી AICC ની બેઠક માટે રચાયેલી ડ્રાફ્ટિંગ કમિટીની મીટિંગ માટે આજે પૂર્વ મુખ્યમંત્રી ભૂપે બઘેલનો દિલ્હી જવાનો કાર્યક્રમ છે. તેની પહેલા જ સીબીઆઇએ રાયપુર અને ભિલાઇ નિવાસે પહોંચી ચુક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cbi raid bhupesh baghel Mahadev betting app Ed raids
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ