cbi carries out joint surprise checks at 150 places across country against corruption
અભિયાન /
PM મોદીના નિર્દેશ પર CBIએ દેશભરમાં 150 જગ્યાઓ પર કરી તપાસ
Team VTV08:19 PM, 30 Aug 19
| Updated: 08:20 PM, 30 Aug 19
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) દેશભરમાં તપાસ કરી રહી છે. સીબીઆઇ રેલવે, પરિવહન, બેન્ક, બીએસએનએલ સહિત ઘણા વિભાગોમાં તપાસ કરી છે. CBIએ દેશમાં 150 જગ્યાઓ પર તપાસ કરી રહી છે.
સીબીઆઇ દેશભરમાં તપાસ કરી રહી છે. સીબીઆઇ આ કાર્યાલયમાં જાણવાની કોશિશ કરી રહી છે કે કેવી રીતે લોકોની ફરિયાદો દૂર કરી શકાય છે. સીબીઆઇ આ વિભાગોમાં સામાન્ય નાગરિકોની પહોંચ વિશે પણ જાણકારી લઇ રહી છે.
સીબીઆઇ ભારતના પ્રમુખ શહેર દિલ્હી, જયપુર, જોધપુર, ગુવાહાટી, શ્રીનગર, શિલોંગ, ચંદીગઢ, શિમલા, ચેન્નઇ, મદુરૈ, કોલકતા, હૈદરાબાદ, બેંગલુરુ, પૂણે, ગાંધીનગર, ગોવા, ભોપાલ, અને જબલપુરમાં તપાસ તપાસ કરી રહી છે.
સીબીઆઇ નાગપુર, પટના, રાચીં, ગાઝિયાબાદ, દેહરાદૂન અને લખનઉમાં પણ તપાસ અભિયાન ચલાવી રહી છે. બતાવાઇ રહ્યું છે કે સીબીઆઇ આ શહેરોથી જોડાયેલા અન્ય પ્રમુખ જગ્યાઓ પર પણ તપાસ કરી રહી છે.
સીબીઆઇએે રેલવે, કોલ ખાણ અને કોલ ક્ષેત્રો, મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગ, ફૂડ કોર્પોરેશન, પાવર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇએસઆઇસી, ટ્રાન્સપોર્ટ, સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, ફાયર સેવાઓ, સબ રજિસ્ટ્રાર ઓફિસ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં તપાસ કરી રહી છે.
The departments covered in the special drive by Central Bureau of Investigation (CBI), where 150 joint surprise checks were conducted, are as follows: https://t.co/sL7v9ViYQVpic.twitter.com/QqyFc12zhw