ગાંધીનગર /
BREAKING : IAS અધિકારી કે.રાજેશની CBIએ કરી ધરપકડ, જમીન કૌભાંડ અને આર્મ્ડ લાયસન્સ મામલે કેસ
Team VTV06:40 PM, 20 May 22
| Updated: 07:00 PM, 20 May 22
IAS અધિકારી કે. રાજેશની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા અંગે CBIએ પ્રેસનોટ જાહેર કરી છે. CBIએ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, ત્યારે હવે કનકીપતિ રાજેશ (કે રાજેશ)ની ધરપકડ થઇ ચૂકી છે.
CBIએ IAS કે.રાજેશની ધરપકડ
IAS અધિકારીને ત્યાં CBI દરોડા પાડ્યા હતા
આર્મ્ડ લાયસન્સ, સરકારી જમીનની ફાળવણી માટે લાંચ માંગવાનો છે કેસ
સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશની ઓફિસ અને ઘર પર CBIએ દરોડા પાડ્યા હતા. IAS અધિકારી કે. રાજેશની ઓફિસ-ઘરે દરોડા બાદ CBIએ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે.રાજેશ સહિત સુરતની ખાનગી પેઢીના માલિક અને અન્યો સામે કેસ કર્યો હતો. ત્યારે હવે કે રાજેશની ધરપકડ કરવામાં આવી છે. તો આ સાથે સુરતના શખ્સની પણ ધરપકડ કરાઈ. ત્યારે કે.રાજેશ સહિત ધરપકડ કરાયેલા આરોપીઓને અમદાવાદની CBI સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાશે.
CBIએ આ મામલે કર્યો કેસ
કેન્દ્રીય એજન્સીએ IAS અધિકારી સામે આર્મ લાયસન્સ, સરકારી જમીનની ફાળવણી તેમ જ સરકારી જમીનને નિયમિત કરવા માટે લાંચ માંગવાનો કેસ કર્યો છે.ગુજરાત સરકારની વિનંતી પર અગાઉ પ્રાથમિક તપાસ નોંધવામાં આવી હતી તેવું CBIએ જણાવ્યું હતું. ગાંધીનગર, સુરત અને આંધ્રપ્રદેશમાં CBI દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
CBIએ IAS કે.રાજેશ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતે CBIએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે સાથે જ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ પણ થઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યા છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIએ કાર્યવાહી કરી હતી.
રાજકોટના દિગ્ગજ નેતા સુધી તપાસનો રેલો પહોંચી શકે
બામણબોરની જમીનના સોદામાં રાજકોટના એક રાજકીય અગ્રણી શંકાના દાયરામાં આવી છે. CBIના તપાસમાં જાણવા મળ્યું હતું કે, બામણબોરની જમીનના વેચાણમાં રાજકીય અગ્રણીની મહત્વની ભૂમિકા છે. હાલમાં સૂત્રો તરફથી મળી રહેલી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના બામણબોરમાં 2000 કરોડની 800 એકરની જમીનમાં કૌભાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે જેનો તપાસનો રેલો IAS કે. રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકરની જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ છે.
કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.
આ કારણે IAS કે.રાજેશ કેન્દ્રીય એજન્સીની હતા રડારમાં
કે.રાજેશ સુરતમાં DDO હતા ત્યારે પણ હતા સતત વિવાદમાં
કે.રાજેશની સામે જે તે સમયે સત્તાના દુરુપયોગની થઇ હતી ફરિયાદ
કે.રાજેશે નિયમોની ઉપરવટ જઇને જિલ્લા પંચાયતમાં ખરીદ સમિતિ બનાવી હતી
કે.રાજેશે રોગી કલ્યાણ સમિતિની ગ્રાંટ સોલાર રૂફટોપમાં વાપરી હતી
SUDAની હદમાં આવતી અનેક જમીનોના પ્રકરણમાં કે.રાજેશનું નામ સામે આવ્યું હતુ
કે.રાજેશ DDO હતા ત્યારે તેમની વિરુદ્ધ જે તે મુખ્યમંત્રીને થઇ હતી ફરિયાદ
કે.રાજેશ વિરુદ્ધની ફરિયાદોની તકેદારી આયોગ,વિકાસ કમિશનરે પણ તપાસ કરી હતી
કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીન સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ
હથિયારના લાયસન્સ આપવામાં નાણાની વસૂલાતના આરોપ
વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાની ચર્ચા