બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CBIએ તિહાડ જેલમાંથી CM કેજરીવાલની ધરપકડ કરી, કાલની સુપ્રીમ સુનાવણી પહેલા ત્રાટકી

દારુ કૌભાંડ / CBIએ તિહાડ જેલમાંથી CM કેજરીવાલની ધરપકડ કરી, કાલની સુપ્રીમ સુનાવણી પહેલા ત્રાટકી

Last Updated: 10:42 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઝટકા પર ઝટકા મળી રહ્યાં છે. હવે સીબીઆઈએ તિહાડ જેલમાંથી તેમની ધરપકડ કરી છે.

આજના દિવસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને બીજો મોટો ઝટકો લાગ્યો છે. પહેલા દિલ્હી હાઈકોર્ટે જામીનમાં રાહત ન આપી અને હવે મોડી રાતે સીબીઆઈએ કાર્યવાહી કરી દીધી. આવતીકાલે એટલે કે બુધવારે જામીન અરજીના નીચલી કોર્ટના દિલ્હી હાઈકોર્ટના સ્ટેની સામે કેજરીવાલની અરજીની સુનાવણી થાય તે પહેલાં જ સીબીઆઈ દ્વારા હાર જેલમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈએ તિહાર જેલમાં પૂછપરછ કરી

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈએ તિહાર જેલમાં જ સીએમ કેજરીવાલની પૂછપરછ કરી છે. આ પછી કેજરીવાલની ધરપકડ કરાઈ હતી. આવતીકાલે બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સીબીઆઈ કસ્ટડીની માગ કરશે.

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર-સંજય સિંહ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. સીબીઆઈએ તેમની સામે ખોટો કેસ બનાવ્યો છે.

વધુ વાંચો : રાહુલ ગાંધી બન્યાં લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત

દિલ્હી હાઈકોર્ટે આજે જામીનમાં રાહત ન આપી

હાઈકોર્ટે કેજરીવાલને નીચલી અદાલતે આપેલા જામીનના નિર્ણય પર સ્ટે મુકી દીધો છે. કેસની સુનાવણી શરૂ કરતી વખતે, કોર્ટે કહ્યું કે અમે બંને પક્ષોને સાંભળ્યા પરંતુ નીચલી કોર્ટે EDના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન હતા. નીચલી અદાલતે પીએમએલએની કલમ 45ની બેવડી આવશ્યકતાઓને ધ્યાનમાં લીધી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ નીચલી કોર્ટે આ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા, જે બાદમાં હાઈકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી 25 જૂન સુધી રોક લગાવી દીધી હતી પરંતુ હવે હાઈકોર્ટે જામીનના નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દેતાં કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે. કેજરીવાલને જામીન પર છોડવાના આદેશને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?

દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ આબકારી નીતિ 2021-22 લાગુ કરી હતી. નવી પોલીસી હેઠળ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને આખી દુકાનો ખાનગી હાથમાં ગઈ. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. જોકે, આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે સરકારે 28 જુલાઈ 2022ના રોજ તેને રદ કરી દીધી હતી. દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો. આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિનો પણ આરોપ હતો, તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો. પોતાના રિપોર્ટમાં મુખ્ય સચિવે મનીષ સિસોદિયા પર દારૂની નીતિ ખોટી રીતે તૈયાર કરવાનો આરોપ લગાવ્યો હતો. મનીષ સિસોદિયા પાસે આબકારી ખાતું પણ હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નવી નીતિ દ્વારા લાયસન્સ ધરાવતા દારૂના વેપારીઓને અન્યાયી લાભો આપવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

liquor policy case Arvind Kejriwal CBI arrest Arvind Kejriwal Tihar jail arrest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ