ટેક્સપેયર્સ અને ઈન્કમટેક્સ અધિકારીઓની વચ્ચેની સમસ્યાઓને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે મોટી પહેલ કરી છે. હવે ઈ- એસેસમેન્ટની નવી સ્કીમ લાગૂ કરવામાં આવશે. જેમાં દરેક બાબતોને ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. જો તમે પણ આ 10 વાતોને જાણી લેશો તો તમને ઈ એસેસમેન્ટ સ્કીમમાં નહીં પડે કોઈ પણ મુશ્કેલી.
સ્કીમના આધારે રાષ્ટ્રીય અને ક્ષેત્રીય વિસ્તારોમાં ઈ-એસેસમેન્ટ સેંટર્સનું નિર્માણ કરાશે
ટેક્સ પેયર્સને એસેસમેન્ટ સેન્ટર પર વ્યક્તિગત રીતે જવું પડશે નહીં
પ્રતિકાત્મક તસવીર
ટેક્સેશનની પ્રક્રિયાને લઈને લેવાયો મોટો નિર્ણય
ટેક્સેશન પ્રક્રિયાને પારદર્શી કરવા અને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે હવે નવું પગલું લેવામાં આવી રહ્યું છે. ટેક્સ પેયર્સ અને ઈન્કમટેક્સ અધિકારીઓનો સામનો ન થાય તે માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય વિત્તમંત્રાલયના ઈન્કમટેક્સ રિટર્ન (ITR)ના ફેસલેસ સ્ક્રૂટની એસેસમેન્ટ માટે ઈ-એસેસમેન્ટ સ્કીમ 2019 લાગૂ કરવામાં આવી છે. સ્કીમના આધારે અનેક જગ્યાઓએ આ માટેના સેન્ટર્સ પણ શરૂ કરવામાં આવશે. મળતી માહિતિ અનુસાર ટેક્સ પેયર્સ અને એસેસમેન્ટ સેન્ટર્સની વચ્ચે તમામ કમ્યુનિકેશન્સને સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રોનિક કરી દેવામાં આવશે. સૌથી મોટી વાત તો એ છે કે હવે ટેક્સ પેયર્સને એસેસમેન્ટ સેન્ટર પર વ્યક્તિગત રીતે જવામાંથી રાહત મળશે.
ITRની તપાસ ઓનલાઈન રીતે ઈન્કમટેક્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હતી. નવી સ્કીમમાં એસેસમેન્ટ ફક્ત ફેસલેસ નહીં પણ પ્રોસિડિંગ પીરીયડ સમયમાં થશે. ઈ-એસેસમેન્ટ સ્કીમને માટે જાણી લો આ 10 વાતો, જે તમારા માટે જરૂરી છે.
પ્રતિકાત્મક તસવીર
ઈ-એસેસમેન્ટ સ્કીમને માટે જાણી લો આ 10 વાતો
1. કોઈ વ્યક્તિ પોતાની આવકની જાણકારી આપવામાં ફેલ રહે છે કે નુકસાનને વધારીને રજૂ કરે છે તો કરદાતાને સેક્શન 143(2)ના આધારે સ્ક્રૂટની નોટિસ મોકલવામાં આવે છે.
2. કરદાતાને નોટિસ મળ્યાના 15 દિવસમાં જવાબ આપવાનો રહે છે. આ નોટિસ ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં કરદાતાના એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક રીતે મોકલાશે. સાથે ટેક્સપેયર્સના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર પણ મોકલવામાં આવશે. આ સિવાય ટેક્સ પેયર્સે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના મોબાઈલ એપ પર પોતાના મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કર્યા છે તો તેની પર તેને નોટિસ મળી જશે.
3. ટેક્સ પેયર્સને ફક્ત રજિસ્ટર્ડ એકાઉન્ટ પર મળેલી નોટિસ કે ઓર્ડરનો જવાબ આપવાનો રહેશે.
4. ટેક્સપેયર્સને ઈન્કમટેક્સ ઓથોરિટી, નેશનલ ઈ એસેસમેન્ટ સેંટર કે રિજનલ ઈ એસેસમેન્ટ સેંટર્સ કે સ્કીમના આધારે કોઈ પણ સંસ્થા કે પોતાની સામે કે અધિકૃત વ્યક્તિની મદદથી હાજર રહેવાની જરૂર રહેશે નહીં.
5. ટેક્સપેયર્સ અને ઈન્કમટેક્સ વિભાગની વચ્ચેના તમામ ક્મ્યુનિકેશન્સ ઈલેક્ટ્રોનિક રીતે થશે. એટલું જ નહીં ઇન્કમટેક્સ વિભાગમાં પણ ઈન્ટરનલ કમ્યુનિકેશન્સ પણ ઈલેક્ટ્રોનિક રીતે જ થશે.
6. ઈ એસેસમેન્ટ સ્કીમ ઓટોમેટિક રહેશે. સ્કીના આધારે નેશનલ ઈ એસેસમેન્ટ સ્ક્રૂટની કેસને એક ઓટોમેટેડ એલોકેશન સિસ્ટમની મદદથી ક્ષેત્રીય ઈ એસેસમેન્ટ કેન્દ્રમાં મોકલાશે.
7. ક્ષેત્રીય એસેસમેન્ટ યૂનિટને વેરિફિકેશન યૂનિટની મદદની જરૂર હશે કે ટેકનિકલ યૂનિટની જરૂર હશે તો તેનું નિવારણ ઓટોમેટેજ અલોકેશન સિસ્ટમની મદદથી જ થશે.
8. રિજનલ એસેસમેન્ટ યૂનિટને ટેક્સ પેયર્સના ડોક્યુમેન્ટ્સની જરૂર હશે તો પહેલાં નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરની પરમિશન લેવાની રહેશે.
9. રિજનલ એસેસમેન્ટ યૂનિટ એક ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર તૈયાર કરશે અને નેશનલ ઈ એસેસમેન્ટ સેંટરને મોકલશે.
10.નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અનુસાર ડ્રાફ્ટની સમીક્ષા કરશે.