cbdt notified new income tax rule and apply cap of 20 lakh for transaction without pan aadhar
નવો નિયમ /
ઈનકમ ટેક્સનો નવો નિયમ: આધાર-પૅન કાર્ડ વગર નહીં થાય આ કામ, જાણી લેજો નહીંતર ફસાઈ જશો મુશ્કેલીમાં
Team VTV03:03 PM, 25 May 22
| Updated: 03:27 PM, 25 May 22
ટેક્સપેયર્સ અને મોટી લેવડદેવડ કરનારાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે હાલમાં જ નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે, 26 મેથી લેવડદેવડ સાથે જોડાયેલ ઈન્કમ નિયમમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
ટેક્સ પેયર્સ અને મોટી લેવડદેવડ કરનારા માટે મહત્વના સમાચાર
એક નાણાકીય વર્ષમાં 20 લાખ વધારેના ટ્રાંજેક્શન માટે આ કામ કરવું પડશે
CBDTએ આ નિયમો બદલી નાખ્યા
ટેક્સપેયર્સ અને મોટી લેવડદેવડ કરનારાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે હાલમાં જ નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે, 26 મેથી લેવડદેવડ સાથે જોડાયેલ ઈન્કમ નિયમમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
સીબીડીટી અનુસાર, હવે એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે બેંકીંગની લેવડદેવડ માટે પાન અને આધાર કાર્ડ ફરજિયાત કરી દીધું છે. બોર્ડે મેની શરૂઆતમાં નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું હતું કે, હવેથી એક વર્ષમાં 20 લાખથી વધારેની રકમ જમા અથવા ઉપાડ માટે ગ્રાહકોએ ફરજિયાતપણે પોતાનું પાન કાર્ડ અને આધાર કાર્ડ રજૂ કરવું પડશે.
ટેક્સ ચોરી રોકવામાં સફળતા મળશે
આવક બાબતોના જાણકારોનું કહેવુ છે કે, આ પગલાથી ટેક્સ ચોરી રોકવામાં સફળતા મળશે. તેમણે કહ્યું કે, લેવડદેવડને લઈને આ નિયમ પારદર્શિતા લાવશે. સાથે જ હવે બેંક, પોસ્ટ ઓફિસ અથવા કો ઓપરેટિવ સોસાયટીને 20 લાખથી વધારે લેવડદેવડની જાણકારી આપવાની રહેશે. આ ઉપરાંત હવે કોઈ પણ બેંક અથવા પોસ્ટમાં ચાલૂ ખાતા અથવા કૈશ ક્રેડિટ ખાતા ખોલવા માટે ગ્રાહકોને પાન કાર્ડ અને આધાર કાર્ડની જાણકારી આપવાની રહેશે.
પાન કાર્ડ નહીં હોય તો, આધાર કાર્ડથી ચાલશે કામ
ઈન્કમ વિભાગે આ મામલે હાલમાં તમામ જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરાવે છે. ટેક્સ પોર્ટલ પર પોતાનું પાન કાર્ડ અપડેટ કરીને દરેક ટેક્સપેયર્સ માટે ફરજિયાત કર્યું છે. જો કે, કાલથી લાગૂ થતાં આ નિયમમાં ગ્રાહકોને એક છૂટ આપવામાં આવી છે. જો કોઈ કરદાતા પાસે 20 લાખની લેવડદેવડમાં પોતાનું પાન કાર્ડ રજૂ કરી શકતા નથી, તો તે આધાર કાર્ડ બતાવીને ટ્રાંજેક્શન કરી શકશે.