બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cbdt chief says direct tax collection up by 49 percent in fy22

GOOD NEWS / સરકારને જલ્સો: ભારતમાં પહેલી વાર ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ જબરદસ્ત વધારો

Pravin

Last Updated: 03:18 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, આ વખતે ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ કર સંગ્રહ પાછલા તમામ રેકોર્ડ તોડી દીધા છે.

  • ભારતીય અર્થવ્યવસ્થા માટે શુભસંકેત
  • ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ જબરદસ્ત વધારો
  • પ્રથમ વખત ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પરોક્ષ ટેક્સ કલેક્શન કરતાં વધી ગયું

 

ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, આ વખતે ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ કર સંગ્રહ પાછલા તમામ રેકોર્ડ તોડી દીધા છે. સીબીડીટી પ્રમુખે આપેલી જાણકારી અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં શુદ્ધ પ્રત્યક્ષ કર સંગ્રહ 14.09 લાખ કરોડથી વધારેના સર્વકાલિન ઉચ્ચ સ્તરને ટચ કરીને 49.02 ટકાનો વધારો થયો છે. જેબી મહાપાત્રએ જણાવ્યું છે કે, પ્રત્યક્ષ કર સંગ્રહમાં રેકોર્ડ વૃદ્ધિ કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થામાં વાપસીના સંકેત આપે છે. મહાપાત્રાએ એક સંમેલનના અંતમાં કહ્યું કે, 2021-22ના શુદ્ધ પ્રત્યક્ષ કર સંગ્રહ 2018-19માં પ્રાપ્ત કરેલા 11.37 લાખ કરોડથી 2.5 લાખ કરોડ વધારે છે. 

ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ જબરદસ્ત વધારો થયો છે.

જેબી મહાપાત્રએ કહ્યું કે, 2021-22 માટે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ગત વર્ષની સરખામણીમાં 32.75 ટકાથી વધારે દેખાયું છે. 16.34 લાખ કરોડના સર્વકાલિન ઉચ્ચ સ્તરને ટચ કરી લીધું છે. 

7.14 કરોડથી વધારે IT રિટર્ન દાખલ થયું

જેબી મહાપાત્રએ કહ્યું કે, ઈ ફાઈલિંગ પોર્ટલ પર 2021-22 માટે 7.14 કરોડથી વધારે આઈટી રિટર્ન દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે 2020-21 માટે 6.97 કરોડથી વધારે દાખલ કરવામાં આવ્યું હતું.

પ્રથમ વખત ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પરોક્ષ ટેક્સ કલેક્શન કરતાં વધી ગયું છે

મહાપાત્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત પ્રત્યક્ષ કર વસૂલાત પરોક્ષ કર વસૂલાત કરતાં વધી ગઈ છે, જે કુલ કર સંગ્રહના 52 ટકા છે. તેમણે કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં તેને વધારીને 60 ટકા કરવાનો અને આગામી 15 વર્ષમાં ટેક્સ-જીડીપી રેશિયો વર્તમાન 12 ટકાથી વધારીને 15 ટકા કરવાનો લક્ષ્યાંક છે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

CBDT direct tax collection tax collection ટેક્સ ટેક્સ કલેક્શન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન TAX
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ